Western Times News

Gujarati News

ચિનાબ નદી પર ભારતનો કોઈ પણ એકપક્ષીય નિર્ણય પાકિસ્તાનના જળ અધિકારો પર તરાપઃ PPP

ભારતે દુઃખતી નસ દબાવતા તરફડવા લાગ્યું પાકિસ્તાન!-પાણીને હથિયાર ન બનાવશોઃ પાકિસ્તાન 

દુલહસ્તી-૨ પ્રોજેક્ટ થી પાકિસ્તાની સાંસદોને વાંધો પડ્યો

ઈસ્લામાબાદ,  ભારતે જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડ જિલ્લા સ્થિત ચિનાબ નદી પર ૨૬૦ મેગાવોટની ‘દુલહસ્તી જળવિદ્યુત પ્રોજેક્ટ’ના બીજા તબક્કાને મંજૂરી આપ્યા બાદ પાકિસ્તાનને ઝટકો લાગ્યો છે. આ પહેલા ભારતીય સેનાએ ઓપરેશન સિંદૂર ચલાવીને પાકિસ્તાનમાં બેઠેલા આતંકીઓની કમર તોડી નાખી હતી, ત્યારબાદ કેન્દ્ર સરકારે સિંધુ જળ સમજૂતી સ્થગિત કરીને પાકિસ્તાનને પાણી માટે ભીખ માગતું કરી દીધું છે. એટલું જ નહીં હવે ભારતે દુલહસ્તી-૨ પ્રોજેક્ટને મંજૂરી આપતા પાકિસ્તાનની મુશ્કેલીઓમાં વધુ વધારો થયો છે.

The Dulhasti Stage II is a 258MW project, conceived as a complementary run-of-the-river scheme to utilise the water discharged from the existing 390MW Dulhasti Power Station “more efficiently”. It is a smaller component of the frequently discussed Chenab basin projects. It is expected to cost around $35 million.

૧. ચિનાબ નદી પર ૨૬૦ મેગાવોટના ‘દુલહસ્તી સ્ટેજ-૨’

ભારતના પર્યાવરણ મંત્રાલયની એક પેનલે તાજેતરમાં (ડિસેમ્બર ૨૦૨૫) જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડ જિલ્લામાં ચિનાબ નદી પર ૨૬૦ મેગાવોટના ‘દુલહસ્તી સ્ટેજ-૨’ પ્રોજેક્ટને લીલી ઝંડી આપી છે. આ પ્રોજેક્ટ અંદાજે ₹૩,૨૦૦ કરોડના ખર્ચે તૈયાર થવાનો છે.

૨. પાકિસ્તાનનો વાંધો શું છે?

  • સિંધુ જળ સંધિનું ઉલ્લંઘન: પાકિસ્તાની સાંસદો અને ખાસ કરીને પીપીપી (PPP) નેતા શેરી રહેમાને આ પ્રોજેક્ટને ‘સિંધુ જળ સંધિ (IWT)’નું ગંભીર ઉલ્લંઘન ગણાવ્યું છે. તેમનું કહેવું છે કે ચિનાબ નદી પર ભારતનો કોઈ પણ એકપક્ષીય નિર્ણય પાકિસ્તાનના જળ અધિકારો પર તરાપ સમાન છે.

  • “પાણીને હથિયાર ન બનાવો”: પાકિસ્તાની નેતાઓએ નિવેદન આપ્યું છે કે ભારત પાણીના પ્રવાહને નિયંત્રિત કરીને તેનો ઉપયોગ યુદ્ધના હથિયાર તરીકે કરી રહ્યું છે, જે પ્રાદેશિક શાંતિ અને સ્થિરતા માટે ખતરો છે.

  • કૃષિ અને અર્થતંત્ર પર અસર: પાકિસ્તાનનો દાવો છે કે ચિનાબ નદીનું પાણી તેમના દેશની ખેતી માટે જીવાદોરી સમાન છે. જો ભારત આ રીતે પ્રોજેક્ટ્સ બનાવશે, તો પાકિસ્તાનમાં પાણીની અછત સર્જાશે અને ખાદ્ય સુરક્ષા જોખમાશે.

૩. ભારતનું વલણ

  • આતંકવાદ સામે કડક પગલું: આ મંજૂરી એવા સમયે આવી છે જ્યારે ભારતે એપ્રિલ ૨૦૨૫માં પહેલગામમાં થયેલા આતંકી હુમલા બાદ પાકિસ્તાન સાથેની ‘સિંધુ જળ સંધિ’ને સ્થગિત (Suspend) કરી દીધી છે. ભારત હવે પાકિસ્તાનની આપત્તિઓની પરવા કર્યા વગર પોતાની સરહદમાં જળ સંસાધનોનો મહત્તમ ઉપયોગ કરવાની વ્યૂહરચના અપનાવી રહ્યું છે.

  • તકનીકી પક્ષ: ભારતીય અધિકારીઓના જણાવ્યા મુજબ, દુલહસ્તી-૨ પ્રોજેક્ટની ડિઝાઇન સંધિના ટેકનિકલ માપદંડો મુજબ જ છે, પરંતુ સંધિ અત્યારે મોકૂફ હોવાથી ભારત ઝડપથી કામ આગળ વધારી રહ્યું છે.

૪. પ્રોજેક્ટની ખાસિયતો

  • આ પ્રોજેક્ટ ૨૦૦૭થી કાર્યરત ૩૯૦ મેગાવોટના દુલહસ્તી સ્ટેજ-૧ પ્રોજેક્ટનું જ વિસ્તરણ છે.

  • તેનાથી જમ્મુ-કાશ્મીરમાં વીજ ઉત્પાદન ક્ષમતા વધશે અને ઉત્તર ભારતના રાજ્યોને વીજળીનો લાભ મળશે.

ટૂંકમાં, પાકિસ્તાન આ મુદ્દાને આંતરરાષ્ટ્રીય મંચો પર લઈ જવાની ધમકી આપી રહ્યું છે, જ્યારે ભારત “આતંકવાદ અને વાતચીત સાથે ન હોઈ શકે” તેવા મક્કમ વલણ સાથે પોતાના હિતમાં જળ પ્રોજેક્ટ્સને વેગ આપી રહ્યું છે.

એકતરફ ભારતે દુલહસ્તી-૨ પ્રોજેક્ટને મંજૂરી આપી દીધ છે, તો બીજીતરફ પાકિસ્તાની સાંસદને આ પ્રોજેક્ટથી વાંધો પડ્યો છે. પાકિસ્તાનની સમાચાર સંસ્થા ડૉનના રિપોર્ટ મુજબ, ‘પાકિસ્તાની સાંસદ શેરી રહમાને કહ્યું છે કે, પાણીને હથિયાર બનાવવું સમજદારી નથી અને અમે તેને મંજૂરી પણ આપતા નથી. આવા નિર્ણયના કારણે બંને દેશો વચ્ચેનો તણાવ વધુ વધશે.’

ભારતની કાર્યવાહીના કારણે પાકિસ્તાન પાણી માટે તરફડિયા મારી રહ્યું છે, ત્યારે સાંસદ રહમાને સોશિયલ મીડિયા એક્સ પર લખ્યું છે કે, ‘ભારતે સિંધુ જળ સમજૂતી કરારનું જાહેરમાં ઉલ્લંઘન કરીને તાજેતરમાં જ દુલહસ્તી-૨ પ્રોજેક્ટને મંજૂરી આપી દીધી છે. એકતરફી નિર્ણય લઈને સમજૂતી કરાર રદ ન કરી શકાય, જેની યુએનના રિપોર્ટમાં પણ પુષ્ટી કરવામાં આવી છે. કરાર મુજબ ઈન્ડસ, ઝેલમ અને ચિનાબ નદીના પાણી પર પાકિસ્તાનનો હક છે, જ્યારે રાવી, બ્યાસ અને સતલુજ નદીઓ પર ભારતનો હક છે.’

ઉલ્લેખનીય છે કે, ભારતના પર્યાવરણ મંત્રાલયની એક સમિતિએ જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડ જિલ્લા સ્થિત ચિનાબ નદી પર ૨૬૦ મેગાવોટની ‘દુલહસ્તી જળવિદ્યુત પ્રોજેક્ટ’ના બીજા તબક્કાને તાજેતરમાં જ મંજૂરી આપી દીધી છે. હવે આ ૩૨૦૦ કરોડ રૂપિયાના ‘રન આૅફ ધ રિવર’ પ્રોજેક્ટ માટે ટેન્ડર જારી કરવાનો રસ્તો સાફ થઈ ગયો છે.

ભારત દ્વારા સિંધુ જળ સંધિને સ્થગિત કરવાનો અને દુલહસ્તી પ્રોજેક્ટના બીજા તબક્કાને મંજૂરી આપવાનો નિર્ણય પાકિસ્તાન માટે અનેક રીતે નુકસાનકારક સાબિત થઈ શકે છે. ‘રન આૅફ ધ રિવર’ જળવિદ્યુત પ્રોજેક્ટના ધ્યેય સાથે સંકળાયેલો બીજા તબક્કાનો પ્રોજેક્ટ એક એવો પ્રોજેક્ટ છે, જેમાં નદીઓના જળ પ્રવાહમાં કોઈપણ અડચણ ઊભી કર્યા વગર વીજળીનું ઉત્પાદન કરી શકાય છે. પ્રોજેક્ટની ખાસિયત એ છે કે, નદીમાં કોઈપણ અડચણ કર્યા વગર કુદરતી પ્રવાહનો ઉપયોગ કરી શકાય છે.

દુલહસ્તી જળવિદ્યુત પ્રોજેક્ટ પર વર્તમાનમાં ૩૯૦ મેગાવોટ વીજળીનું ઉત્પાદન કરવા પર કામ થઈ રહ્યું છે. વર્ષ ૨૦૦૭માં દ્ગૐઁઝ્રએ આ પ્રોજેક્ટ ચાલુ કર્યો હતો, જે હાલમાં પણ સફળતાપૂર્વક ચાલી રહ્યો છે. હવે પ્રોજેક્ટના બીજા તબક્કાને મંજૂરી મળ્યા બાદ વધુ ૨૬૦ મેગાવોટ વીજળીનું ઉત્પાદન કરી શકાશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.