ભારતીયોની વર્ક પરમિટ રદ કરવા બાંગ્લાદેશમાં સરકારને અલ્ટિમેટમ
ઢાકા, બાંગ્લાદેશમાં ભારત વિરોધી ચળવણ સતત વધી રહી છે. ભારત વિરોધી વિદ્યાર્થી નેતા ઉસ્માન હાદીની હત્યા બાદ સ્થિતિ વધુ વણસી છે. હવે તેના સંગઠન ‘ઈન્કિલાબ મંચ’ દ્વારા બાંગ્લાદેશ સરકારને ચાર મુદ્દાઓની માંગ સાથે ૨૪ કલાકનું અલ્ટીમેટમ આપવામાં આવ્યું છે, જેમાં ભારતીયોના વર્ક પરમિટ રદ કરવાની મુખ્ય માંગ છે.
ઢાકાના શાહબાગ ખાતેથી ઈન્કિલાબ મંચના સભ્ય સચિવ અબ્દુલ્લા અલ જાબરે જાહેરાત કરી હતી કે તેમના નેતા શરીફ ઉસ્માન હાદીની હત્યામાં સામેલ તમામ આરોપીઓનો ટ્રાયલ ૨૪ દિવસમાં પૂર્ણ કરવામાં આવે.
સંગઠને ફેસબુક પર સ્પષ્ટ કર્યું છે કે હત્યા કરનાર, માસ્ટરમાઈન્ડ, મદદગાર અને આશરો આપનાર તમામ સામે કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ. ઢાકા મેટ્રોપોલિટન પોલીસના દાવા મુજબ, હાદીની હત્યાના બે મુખ્ય શંકાસ્પદો મેઘાલયને અડીને આવેલી મૈમનસિંહ જિલ્લાની સરહદ દ્વારા ભારત ભાગી ગયા છે.બીજી તરફ, ભારતે બાંગ્લાદેશમાં બે હિન્દુ પુરુષોની હત્યા અંગે ઊંડી ચિંતા વ્યક્ત કરી છે.
વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું હતું કે, “બાંગ્લાદેશમાં લઘુમતીઓ વિરુદ્ધ સતત વધી રહેલી દુશ્મનાવટ ચિંતાનો વિષય છે. અમે તાજેતરમાં થયેલી હિન્દુ યુવકની હત્યાની નિંદા કરીએ છીએ અને અપેક્ષા રાખીએ છીએ કે ગુનેગારોને સજા મળે.”
જોકે, બાંગ્લાદેશના વિદેશ મંત્રાલયે ભારતના આ ચિંતાઓને ફગાવી દીધી છે. બાંગ્લાદેશના નિવેદન મુજબ, કેટલીક છૂટીછવાઈ ગુનાહિત ઘટનાઓને વ્યવસ્થિત અત્યાચાર તરીકે દર્શાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે, જેથી ભારત અને બાંગ્લાદેશ વચ્ચે વૈમનસ્ય ફેલાય. તેણે આક્ષેપ કર્યાે છે કે ભારતનો એક પક્ષ આ ઘટનાઓને અતિશયોક્તિભરી રીતે રજૂ કરીને ભારતીય નાગરિકોને બાંગ્લાદેશ વિરુદ્ધ ભડકાવી રહ્યો છે.SS1MS
