ડાકોરમાં સમલૈંગિક સંબંધોમાં પથ્થરના ઘા મારી મિત્રની હત્યા
નડિયાદ, ડાકોરની હદમાં મહીસાગર નદીના પટમાંથી ૧૬ ડિસેમ્બરે અજાણ્યા યુવકની લાશ મળી આવી હતી. ખેડા- એલ.સી.બી. અને ડાકોર પોલીસે આ હત્યાનો ભેદ ઉકેલી નાખ્યો છે. મિત્રએ જ સમલૈંગિક સંબંધોની તકરારમાં મિત્રની પથ્થર મારી હત્યા કરી હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.
ડાકોર પોલીસ સ્ટેશન વિસ્તારના અકલાચા ગામથી ઈટવાડ જવાના રસ્તા પાસે મહીસાગર નદીના પટમાંથી એક યુવકની હત્યા કરાયેલી લાશ મળી આવી હતી. તપાસમાં બાતમી મળી કે, મૃતકનું નામ ઉમેશ ઉર્ફે વિનીયો નટવરભાઇ પરમાર (રહે. ચાંગોદર, તા. સાણંદ) છે.
પોલીસે સંપર્ક કરતા ઉમેશ ૧૬ તારીખે ડાકોર પાસે કોઈ ગામમાં મિત્રના લગ્નમાં જવાનું કહીને ઘરેથી નીકળ્યો હતો, જે બાદ તે પરત ફર્યાે નહોતો. પોલીસે મૃપૂછપરછ હાથ ધરતા વિગતો સામે આવી હતી કે, ઉમેશ તેના ખાસ મિત્ર અશોક મોહન ગોહીલ (રહે. મેરાકુવા, તા. સાવલી, જી. વડોદરા) સાથે તેના વાહન પર નીકળ્યો હતો.
બનાવના દિવસથી જ અશોક ગોહીલ પોતાનો ફોન સ્વીચ ઓફ કરી ફરાર થઈ ગયો હોવાથી પોલીસની શંકા દ્રઢ બની હતી.ટેકનિકલ સર્વેલન્સની મદદથી પોલીસે અશોક ગોહીલને શોધી કાઢી તેની કડક પૂછપરછ હાથ ધરી હતી. અશોક ભાંગી પડ્યો અને ગુનાની કબૂલાત કરી હતી.મહીસાગર નદીમાં નાહવા અને ફરવા જતાં બંને વચ્ચે સમલૈંગિક સંબંધો બાબતે ઉગ્ર બોલાચાલી અને તકરાર થઈ હતી. અશોક ગોહીલે પથ્થરો વડે ઉમેશના માથા તેમજ શરીરના ભાગે ઉપરાછાપરી ઘા ઝીંકી દીધા હતા. ગંભીર ઇજાઓના કારણે ઉમેશનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.SS1MS
