ક્રિતિ ખરબંદાએ તેની ઓળખ ચોરનારને ખુલ્લા પાડ્યા
મુંબઈ, આજકાલ ઘણા સેલેબ્રિટી અને કલાકારો ડિજીટલ ક્રાઇમનો ભોગ બની રહ્યા છે. ક્રિતિ ખરબંદાએ પણ પોતાનાં સોશિયલ મીડિયા પર આ અંગે પોસ્ટ કરી છે. ક્રિતિએ તેના ફૅન્સ અને ફોલોવર્સને તેના નામ અને તસવીર સાથે વોટ્સએપ પર અંગે વાત કરી હતી, આ બાબતને તેણે ઓળખ ચોરવાની ઘટના ગણાવી હતી. ક્રિતિએ પોતાની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર શંકાસ્પદ વોટ્સેઅપ ચેટના સ્ક્રિન શોટ શેર કર્યા હતા અને સ્પષ્ટ કર્યું હતું કે તેમાં દેખાતો નંબર તેનો નથી.
ક્રિતિએ લખ્યું, “નોટ ઓકે. નોટ કૂલ. મારો નંબર નથી. તમે જે નથી એ બતાવવું મતલબ તમે કોઈની ઓળખ ચોરી રહ્યા છો. સાવધાન રહેજો.”ક્રિતિએ સ્ક્રીનશોટમાં બતાવ્યું કે કોઈ તેના નામે મેસેજ કરી રહ્યું છે. તેના સ્ક્રીનશોટમાં જ્યારે સામેની વ્યક્તિ આ મેસેજ કરનારને તેની ઓળખ વિશે પૂછે છે, તે કહે છે, “આ તેનો નંબર નથી.” તો એ વ્યક્તિ જવાબ આપે છે, “મેં આ નંબરથી જ મેસેજ કર્યાે હતો.”
ક્રિતિ પહેલાં આવું રકુલપ્રીત સાથે પણ તયું હતું તેણે પણ લોકોને સાવધ કર્યા હતા કે કોઈ તેના નામે મેસેજ કરી રહ્યું છે. આ પહેલાં સન્ની લિઓની અને અભિનવ શુક્લાએ પણ આવા છેતરપિંડી કરનારાઓને ખુલ્લા પાડ્યા હતા. ઘણા લોકોએ આ રીતે બેંક લોન લેવા માટે પણ તેમના નામનો દુરુપયોગ કર્યાે હતો. ક્રિતિએ છેલ્લે રાના નાઇડુ ૨ વેબ સિરીઝમાં કામ કર્યું હતું અને હવે તેની રિસ્કી રોમિઓ આવી રહી છે.SS1MS
