Western Times News

Gujarati News

શૂટિંગ વખતે સાજિદ ખાન દુર્ઘટનાનો શિકાર થયો

મુંબઈ, બોલિવૂડ ડાયરેક્ટર અને સલમાન ખાનના શો ‘બિગ બોસ’ના એક્સ કન્ટેસ્ટન્ટ સાજિદ ખાન એક દુર્ઘટાનો શિકાર બન્યો છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે સાજિદ ખાન એક પ્રોજેક્ટ માટે શૂટિંગ કરી રહ્યો હતો ત્યારે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં સાજિદ ખાનને પગમાં ઈજા પહોંચી છે અને તેનો પગ ળેક્ચર થઈ ગયો છે. ફિલ્મ ડાયરેક્ટરને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. સાજિદની બહેન અને ડાયરેક્ટર-કોરિયોગ્રાફર ફરાહ ખાને પોતાના ભાઈનું હેલ્થ અપડેટ શેર કર્યું છે.

સાજિદ ખાને ગત મહિને જ પોતાનો ૫૫મો બર્થડે સેલિબ્રેટ કર્યાે હતો. તેની બહેન ફરાહ ખાન આ અવસર પર ખૂબ જ ખુશ હતી અને તેણે પોતાના ભાઈને જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી. જોકે, હવે તેણે સાજિદ અંગે ખરાબ સમાચાર આપ્યા છે. ફરાહ ખાને ખુદ સાજિદના અકસ્માતની પુષ્ટિ કરી છે.

આ સાથે જ અકસ્માત બાદ શું-શું થયું અને હવે સાજિદની તબિયત કેવી છે તે પણ જણાવ્યું. સાજિદનો અકસ્માત શનિવારે થયો હતો અને રવિવારે તેની સર્જરી કરવામાં આવી હતી.

સાજિદ ખાન એકતા કપૂરના કોઈ પ્રોજેક્ટ માટે શૂટિંગ કરી રહ્યો હતો. ત્યારે સેટ પર તેનો અકસ્માત થયો. તેને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો અને તેની ઈજાઓની તપાસ કર્યા બાદ ડોક્ટર્સે સર્જરીની સલાહ આપી. રવિવારે તેની સર્જરી કરવામાં આવી હતી જે સફળ રહી છે. એક ન્યૂઝ વેબસાઇટ સાથે વાત કરતા ફરાહ ખાને કહ્યું કે, ‘સર્જરી થઈ ગઈ છે.

તે હવે સંપૂર્ણપણે સ્વસ્થ છે અને રિકવરી થઈ રહી છે.’૫૫ વર્ષીય સાજિદ ખાને એક ડાયરેક્ટર તરીકે હમશકલ, હેય બેબી અને હાઉસફૂલ જેવી ફિલ્મોનું ડાયરેક્શન કર્યું છે. જોકે ૧૦ વર્ષ કરતા વધુ સમયથી તેના ડાયરેક્શનમાં કોઈ ફિલ્મ નથી બની. ડાયરેક્ટર તરીકે તેની છેલ્લી ફિલ્મ હમશકલ (૨૦૧૪) હતી.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.