Western Times News

Gujarati News

‘સ્ત્રી’ ફેમ અભિનેતા અભિષેક બેનર્જીએ પોતાની માતા અંગે કર્યાે મોટો ખુલાસો

મુંબઈઃ અભિષેક બેનર્જી અત્યારે બોલીવુડનો એક જાણીતો ચહેરો બનો ગયો છે. ‘સ્ત્રી’, ‘ભેડિયા’, સહિત ‘સ્ટોલન’ જેવી શાનદાર અભિનયથી ફિલ્મી દુનિયામાં આગવી ઓળખ બનાવી છે ત્યારે આ અભિનેતા પોતાની માતાની માનસિક બીમારી વિશે ચોંકાવનારો ખુલાસો કર્યાે છે.

અભિનેતાએ તેની માતા સ્કિઝોફેનિયા પીડિત હોવાનો ખુલાસો કર્યાે છે. સ્કિઝોફેનિયા વ્યક્તિ ભ્રમનો શિકાર બને છે, અભિષેક બેનર્જીની માતા પણ ઘણાં સમયથી સ્કિઝોફેનિયા નામની બીમારીથી પીડાઈ રહ્યાં છે.સ્કિઝોફેનિયા બીમારી પીડિત હોવા છતાં તેમણે અભિષેકને જીવનની અનોખી શીખ આપી અને ઉત્તમ પરવરિશ કરી હોવાનું પણ અભિષેકે જણાવ્યું છે. અક ઇન્ટરવ્યૂમાં અભિષેકે કહ્યું કે, ‘આ મેં ક્યારેય ક્યાંય કહ્યું નથી, પણ હવે સમય આવ્યો છે.

મારી મા સ્કિઝોળેનિયાની પેશન્ટ છે.તેઓ ઘણા વર્ષાેથી આ બીમારી સામે લડી રહ્યા છે. જ્યારે હું નાનો હતો ત્યારથી તેઓ આ સ્થિતિમાં છે’, મારી માતા સ્કિઝોફ્રેનિક છે’, અભિષેક બેનર્જીએ પ્રથમ વાર ખુલાસો કર્યાે, ઉછેર કેવી રીતે થયો હતો.અભિષેકના જીવનમાં માતા તરફી અનેક બાબતો શિખવા મળી છે જે બીજે ક્યાંયથી શિખવા નથી મળી, તેવું અભિનેતાએ ઈન્ટરવ્યૂમાં જણાવ્યું હતું.

આ પ્રકારના રોગથી પીડિત લોકો યોગ્ય નિર્ણયો લેવામાં સક્ષમ નથી, પરંતુ આ વાતનો અભિનેતાએ વિરોધ કર્યાે અને કહ્યું કે, તેઓ ખોટા છે.મારી માએ જે શીખવડાવ્યું, તે મારને કોઈ પરફેક્ટ લોકોથી વધુ સારી શિક્ષા આપી છે.

તેમની સમજની દુનિયામાંથી મળેલી શીખ અન્ય કોઈ પણ પરફેક્ટ કહાતા લોકોથી શ્રેષ્ઠ છે.અભિષેકે કહ્યું હતું કે જીવનની શ્રેષ્ઠ શીખ ‘મા’થી મળી છે, નાની ખુશીઓમાં જ સુખ મેળવવું જોઈએ તેવું તેણે જ શિખવાડ્યું છે. અભિષેકે ઉદાહરણ આપતા જણાવ્યું કે, ‘એક દિવસ તેમણે મને બોલાવ્યો અને કહ્યું કે, એક સારા સમાચાર છે. મે પૂછ્યું કે શું થયું? પાપાને પ્રમોશન મળ્યું? પણ તેમણે સાદગીથી કહ્યું, ના, છોડમાં નવું ફૂલ ખીલ્યું છે.

આ સોંચ મારી અંદર આવી ગઈ. તેમની દરેક નાની નાની વાતોએ મને ઘણું શિખવાડ્યું છે. મને લાગે છે કે આપણે તે બધા લોકો કરતા સારા છીએ જે પોતાને સંપૂર્ણ કહે છે. તેથી તે (અભિનેતાની માતા) મારી રોકસ્ટાર છે’, અભિનેતાઓ આ દરમિયાન માત્ર પોતાની માતાના જ વખાણ કર્યાં હતાં.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.