ગુજરાત BJP સંગઠનાત્મક માળખામાં મોટા ફેરફાર કરી નવા પદાધિકારીઓની જાહેરાત
અમદાવાદ : ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા દ્વારા સંગઠનાત્મક માળખામાં મોટા ફેરફાર કરી નવા પદાધિકારીઓની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. ભાજપના કાર્યકારી રાષ્ટ્રીય અધ્યક્ષ જગત પ્રકાશ નડ્ડા અને કાર્યકારી રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નબીનની સહમતી બાદ પ્રદેશના નવા ઉપપ્રમુખો, મહામંત્રીઓ, મંત્રીઓ અને વિવિધ મોરચાના પ્રમુખોની નિમણૂક તાત્કાલિક અસરથી અમલમાં મૂકવામાં આવી છે.
ગુજરાત ભાજપનું નવું સંગઠન માળખું
- 🏛️ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા દ્વારા નવા પદાધિકારીઓની જાહેરાત.
- આ ફેરફારો જગત પ્રકાશ નડ્ડા અને નીતિન નબીનની સહમતી બાદ અમલમાં મૂકાયા.

નવા ઉપપ્રમુખો (10)
- જયદ્રથસિંહ પરમાર (પંચમહાલ)
- રમેશભાઈ પડક (પોરબંદર)
- ભરતભાઈ પંડયા (અમદાવાદ)
- રાજેશભાઈ ચુડાસ્મા (જૂનાગઢ)
- નટજી ઠાકોર (મહેસાણા)
- ગીતાબેન રાઠવા (છોટા ઉદેપુર)
- ગૌતમભાઈ ગેડીયા (સુરેન્દ્રનગર)
- અરવિંદભાઈ પટેલ (વલસાડ)
- રસિકભાઈ પ્રજાપતિ (વડોદરા)
- ઝંખનાબેન પટેલ (સુરત)
મહામંત્રી (4)
- અનિરુદ્ધભાઈ દવે (કચ્છ)
- ભરતભાઈ કોરાટ (રાજકોટ)
- અજયભાઈ બ્રહ્મભટ્ટ (ખેડા)
- હિતેન્દ્રસિંહ ચૌહાણ (સુરેન્દ્રનગર)
મંત્રી (10)
- શંકરભાઈ આંબલિયાર (દાહોદ)
- ડૉ. સંજયભાઈ દેસાઈ (બનાસકાંઠા)
- નીરવભાઈ અમીન (આણંદ)
- કૈલાશબેન ગામીત (તાપી)
- મુક્તિબેન જોષી (મહીસાગર)
- સોનલબેન સોલંકી (વલસાડ)
- પ્રદીપસિંહ રાઠોડ (સાબરકાંઠા)
- સીતાબેન પટેલ (મહેસાણા)
- આશાબેન નકુમ (જામનગર)
- પ્રીતિ પટેલ (બનાસકાંઠા)
નાણાકીય અને કાર્યાલય જવાબદારી
- ડૉ. પરિન્દુ ભગત – કોષાધ્યક્ષ
- મોહનભાઈ કુંડારીયા – સહ-કોષાધ્યક્ષ
- શ્રીનાથભાઈ શાહ – કાર્યાલય મંત્રી
મોરચાના પ્રમુખો
- યુવા મોરચા – ડૉ. હેમાંગ જોષી (વડોદરા)
- મહિલા મોરચા – અંજુબેન વેકરીયા (સુરત)
- કિસાન મોરચા – હિરેનભાઈ હિરપરા (અમરેલી)
- ઓ.બી.સી. મોરચા – માનસિંહ પરમાર (ગીર સોમનાથ)
- એસ.સી. મોરચા – ડૉ. કિરીટભાઈ સોલંકી (કર્ણાવતી)
- એસ.ટી. મોરચા – ગણપતભાઈ વસાવા (સુરત)
- લઘુમતી મોરચા – નાઝિન કાઝી (ભાવનગર)
અન્ય મહત્વની નિમણૂક
- ડૉ. અનિલ પટેલ – મુખ્ય પ્રવક્તા
- પ્રશાંતભાઈ વાળા – મીડિયા ઈન્ચાર્જ
