USA: ૧૪ વર્ષથી નાના અને ૭૯ વર્ષથી વધુ ઉંમરના નાગરિકોને પણ બાયોમેટ્રિક સ્ક્રીનિંગ કરાવવું ફરજિયાત
અમેરિકાએ હવે વિદેશી મુસાફરો માટે નિયમો વધુ કડક બનાવ્યા
(એજન્સી)નવીદિલ્હી, અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વિદેશીઓ માટેના પ્રવેશ અને બહાર નીકળવાના નિયમોમાં મોટા ફેરફાર કર્યા છે. આ નવા નિયમો હેઠળ હવે માત્ર સામાન્ય મુસાફરો જ નહીં, પરંતુ બાળકો અને વરિષ્ઠ નાગરિકોને પણ કડક ચકાસણીમાંથી પસાર થવું પડશે. આ નિયમો ૨૬ ડિસેમ્બરથી અમલમાં આવી ગયા છે અને તે અમેરિકાના તમામ એરપોર્ટ, જમીની સરહદો અને દરિયાઈ બંદરો પર લાગુ છે.
આ ફેરફાર ટ્રાવેલર વેરિફિકેશન સર્વિસ નામની સિસ્ટમ હેઠળ કરવામાં આવ્યો છે. આ સિસ્ટમ દ્વારા વિદેશી મુસાફરોની ઓળખ બાયોમેટ્રિક ડેટા દ્વારા ચકાસવામાં આવે છે. હવે પહેલીવાર ૧૪ વર્ષથી ઓછી ઉંમરના બાળકો અને ૭૯ વર્ષથી વધુ ઉંમરના વરિષ્ઠ નાગરિકોને પણ બાયોમેટ્રિક સ્ક્રીનિંગ કરાવવું ફરજિયાત બન્યું છે.
ટ્રાવેલર વેરિફિકેશન સર્વિસએ એક આધુનિક ઓળખ ચકાસણી પ્રણાલી છે.
તેમાં મુસાફરના ફોટોગ્રાફ લેવામાં આવે છે અને ચહેરાની ઓળખ ટેકનોલોજી દ્વારા તેની ઓળખ ચકાસવામાં આવે છે. કેટલાક કિસ્સાઓમાં ફિંગરપ્રિન્ટ્સ પણ લેવામાં આવે છે. આ પ્રક્રિયા અમેરિકા પ્રવેશ અને બહાર નીકળતી વખતે કરવામાં આવશે.
અગાઉ આ વર્ગના ઘણા મુસાફરોને બાયોમેટ્રિક ચકાસણીમાંથી છૂટ આપવામાં આવતી હતી, પરંતુ હવે એ છૂટ દૂર કરવામાં આવી છે.
આ નિયમો ૨૬ ડિસેમ્બરથી અમલમાં આવ્યા છે. અમેરિકાના તમામ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ, બોર્ડર ચેક પોઈન્ટ અને દરિયાઈ બંદરો પર ટીવીએસ સિસ્ટમ લાગુ કરવામાં આવી છે.
ભારતમાંથી અમેરિકા જનાર મુસાફરોની સંખ્યા મોટી છે. અંદાજ મુજબ, ૨૦૨૫માં દરરોજ આશરે ૪,૦૦૦ ભારતીયો અમેરિકા જશે. વર્ષ ૨૦૨૫ દરમિયાન આશરે ૧.૫ મિલિયન ભારતીયોએ અમેરિકા મુલાકાત લીધી હતી,
