AMTSમાં નવી 225 E-બસ અતિ આધુનીક સિસ્ટમ સાથે દોડશે
પ્રતિકાત્મક
પ્રથમ વખત સાયબર સિક્યોરિટી અને સેફટી ઓડિટ ફરજીયાત: ધર્મસિંહ દેસાઈ
(પ્રતિનિધિ) અમદાવાદ, ૧૯૪૭ થી શરૂ થયેલી AMTSની સફર આજે આધુનિક ટચ સુધી પહોંચી છે. AMTS પોતાના ૭૬ માત્ર વર્ષમાં પ્રવેશતા શહેરના જાહેર પરિવહન ઇતિહાસમાં સૌથી મોટું અને મહત્વપૂર્ણ પરિવર્તન લાવી રહી છે. એએમટીએસ દ્વારા ૨૨૫ ઈલેક્ટ્રિક બસોના ઐતિહાસિક પ્રોક્યુરમેન્ટ તરફ મહત્વપૂર્ણ પગલું છે.
અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ (AMTS) ના ચેરમેન ધરમશીભાઇ દેસાઇએ જણાવ્યું હતું કે એએમટીએસ પોતાના 76મા વર્ષમાં પ્રવેશતા શહેરના જાહેર પરિવહન ઈતિહાસમાં સૌથી મોટું અને મહત્વપૂર્ણ પરિવર્તન લાવી રહી છે.
૨૨૫ બીઆરટીએસ-સંગત ઇલેકિટ્રક એસી મિડી બસોની ખરીદી એ શહેરને સ્વચ્છ, આધુનિક અને ભવિષ્યલક્ષી ટ્રાન્સપોર્ટ સિસ્ટમ તરફ લઈ જતું ઐતિહાસિક પગલું છે. આ સમગ્ર પ્રોક્યુરમેન્ટ પ્રક્રિયા દેશની સૌથી ઝડપી પ્રક્રિયાઓમાંની એક રહી છે. RFP પ્રસિદ્ધિથી લઈને LOA સુધી માત્ર છ મહિનામાં પૂર્ણ કરવામાં આવી છે, અને આ એએમટીએસની કાર્યક્ષમતા, પારદર્શિતા અને નાગરિક કેન્દ્રિત દૃષ્ટિકોણનું પ્રતિબિંબ છે.
દેશમાં પહેલા વખત એએમટીએસે ઈ-બસો માટે સાઇબર સિક્યોરિટી અને સેફટી ઓડિટ ફરજિયાત કરી છે, જેથી બસોના ડિજિટલ સિસ્ટમ્સ, ડેટા સંચાર અને ઓપરેશન સંપૂર્ણ સુરક્ષિત રહે. ઉપરાંત, દેશના વિવિધ શહેરોમાં બનેલા બેટરી આગના બનાવોને ધ્યાનમાં રાખીને આખી બસ ફ્લીટમાં FDSS (ફાયર ડિટેક્શન અને સપ્રેશન સિસ્ટમ) ફરજિયાત કરવામાં આવી છે, જે મુસાફરોની સુરક્ષાને વધુ મજબૂત બનાવી રહ્યું છે.
ગાડીનો દરવાજો બંધ થતાં જ ગાડી આગળ ચાલશે તેવી સિસ્ટમ ગોઠવાઇ છે . શ્રેષ્ઠ ગુણવત્તા સુનિશ્ચિત કરવા માટે એએમટીએસે સ્વતંત્ર થર્ડ-પાર્ટી ઇન્સ્પેક્શન (TPI) વ્યવસ્થા અમલમાં મૂકી છે, જેમાં પ્રોટોટાઇપ ઇન્સ્પેક્શન, બેચ-લાઇન ચકાસણી અને પ્રી-ડિસ્પેચ ચેકનો સમાવેશ થાય છે. દરેક બસને VIN-વાઇઝ ડિજિટલ ચેકલિસ્ટ અને જિયો-ટેગ ફોટા સાથે સંપૂર્ણપણે ટ્રેસેબલ અને પારદર્શક રીતે સર્ટિફાય કરવામાં આવશે.
નવી ઇ બસની ખાસિયત એ છે કે જ્યારે બસ ૨૦ સ્પિડ પર ચાલતી હશે ત્યારે પાસે જતા વાહન માટે એલાર્મ સિસ્ટમ એક્ટિવ થશે. જેથી પસાર થતા વાહન ખ્યાલ આવશે કે બાજુમાંથી બસ ચાલી રહી છે. કારણ કે ઇ બસમાં અવાજ હોતા નથી જેથી એક એલાર્મ સિસ્ટમ એક્ટિવ કરાઇ છે. શહેરમાં તમામ ડિઝલ બસ નાબુદ કરી હતી ત્યાર બાદ સીએનજી બસ હતી પણ હવે તમામ ઇ બસ એ પણ AC બસ રહેશે. એટલે આગામી સમયમાં તમામ બસ એસસી બસ ઓન રોડ થઇ જશે.
