આ કારણસર ગાંધીનગરમાં તા. ૧૨ જાન્યુઆરીએ શક્તિ પ્રદર્શન કરશે ભારતીય કિસાન સંઘ
(પ્રતિનિધિ)મોડાસા, છેલ્લા કેટલા સમયથી કિસાનોના પ્રશ્નો નો ઉકેલ નિરાકરણ ના આવતા. ના છૂટકે ભારતીય કિસાન સંઘ ગુજરાત પ્રદેશ દ્વારા તારીખ ૧૨ જાન્યુઆરી ૨૦૨૬ ના રોજ ગાંધીનગર ખાતે વિરાટ કિસાન શક્તિ પ્રદર્શન રાખેલ હોય તેમાં રાજ્યના દરેક ગામોમાંથી મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહેવાના છે
તે મુજબ આજરોજ ખેડબ્રહ્મા એપીએમસી ખાતે ભારતીય કિસાન સંઘના કાર્યાલયમાં હોદ્દેદારોની મીટીંગ માં મોટી સંખ્યામાં કાર્યકર્તા ઉપસ્થિત રહ્યા અને દરેક ગામમાં મીટીંગ માટેનું આયોજન થયેલ છે અને દરેક ગામમાંથી સાધનની વ્યવસ્થા કરી દરેક ખેડૂતને ઉપસ્થિત રહેવા આહવાન કરેલ છે
આજની મિટિંગમાં તાલુકા પ્રમુખશ્રી જશુભાઈ મંત્રી શ્રી અરવિંદભાઈ ઉપપ્રમુખ શ્રી નારાભાઈ કોષાધ્યક્ષ શ્રી રેવાભાઇ પૂર્વ મામલતદાર શ્રી પ્રકાશ પટેલ પૂર્વ મંત્રી દિનેશભાઈ પટેલ પ્રાકૃતિક ખેતી કન્વીનર શ્રી રવજીભાઈ તેમજ મોટી સંખ્યામાં કિસાનો ઉપસ્થિત થઈ દરેક ગામોમાં મીટીંગો ભરી ગાંધીનગર ખાતે ઉમટી પડવા આવવાનું કરેલું હતું.
