દાદા બાપુ ખાચરની તિથિના અવસરે દાદા ખાચર વંશજો અને સંતોના હસ્તે ભાવપૂજન
બોટાદના સ્વામીનારાયણ મુખ્ય મંદિર ખાતે ૧૭પમો શતામૃત મહોત્સવ ધાર્મિક ભાવના સાથે ઉજવાયો.
બોટાદ, અહીંના સ્વામીનારાયણ મુખ્ય મંદિર ખાતે ૧૭પમો શતામૃત મહોત્સવ ધાર્મિક ભાવના સાથે ઉજવાયો. ગોપાળાનંદ સ્વામી દ્વારા સ્થાપિત ભગવાન સ્વામીનારાયણના સંકલ્પસિદ્ધ ચરણારવિદનો આ મહોત્સવ આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજ આશીર્વાદથી તથા સ્વામી નિત્યસ્વરૂપદાસજીની પ્રેરણાથી ઉજવાયો.
મહોત્સવ અંતર્ગત સ્વામીનારાયણ સંપ્રદાયના મહા મુકતરાજ દાદા બાપુ ખાચરની તિથિના અવસરે દાદા ખાચર વંશજો અને સંતોના હસ્તે ભાવપૂજન કરવામાં આવ્યું. દાદા બાપુ ખાચરના જીવન પ્રસંગને યાદ કરી ભકતોમાં આધ્યાÂત્મક ઉત્સાહ છવાયો.
દાદા ખાચર વંશજ પરિવારની આઠમી પેઢીના મહાવીરભાઈ ભાભલુભાઈ ખાચરના પુત્ર ધર્મદીપભાઈ ખાચરના હસ્તે તથા સંતોની ઉપસ્થીતિમાં ભાવપૂજન સંપન્ન થયું. મોટી સંખ્યામાં સંતો- હરિભકતો ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર વાતાવરણ ભક્તિ, કીર્તન અને આધ્યાÂત્મક આનંદથી ગુંજી ઉઠયું હતું.
