ગુજરાત બાર કાઉન્સિલ “પ્રતિષ્ઠાભર્યા ચૂંટણી જંગમાં અનેકની પ્રતિભા દાવ ઉપર લાગશે ?!”
ગુજરાત બાર કાઉન્સિલની ચૂંટણીના ચક્રવ્યુહમાં મહિલા અનામત બેઠકોની ભૂમિકા અનેક નવા સમીકરણો ઉમેરશે અને જુના જોગીઓ એની વોટ બેંકમાં એકડા કપાતા આશ્ચર્યજનક પરિણામો સર્જશે
પ્રથમ વાર ગુજરાત બાર કાઉન્સિલની ચૂંટણીના નવા નિયમો અને નવી કાર્યપધ્ધતિથી તા. ૧૩-૦૩-૨૦૨૬ ના રોજ યોજાવાની લગભગ નકકી છે !-મહિલાઓ માટે ૩૦% અનામત બેઠકો થતાં ૧૮ પુરૂષ ઉમેદવારો પૈકી બગડામાંથી એકડા મેળવવા નવો ચક્રવ્યુહ ઘડવાની ફિરાકમાં ?!
તસ્વીર ગુજરાત બાર કાઉન્સિલની છે ! મહાત્મા ગાંધી કહે છે કે, “માણસે પોતાનું વિચારોનું સર્જન છે ! એ જે વિચારે છે તેવો બને છે”! ગુજરાત બાર કાઉન્સિલનો એક સમય એવો હતો જેમાં વધારેમાં વધારે સિનીયર, વિખ્યાત કાયદાશાસ્ત્રી વકીલાતના ક્ષેત્રમાં મહેનત કરી પ્રતિભા ઉભી કરી હોય તેવા ઉમેદવારો વકીલ મતદારો ચૂંટાતા હતાં હવે ચૂંટણીનું રાજકારણ ગંદુ થઈ ગયું છે ?!
એટલે પ્રતિભાશાળી – વિદ્વાન વકીલો ચૂંટણીમાં ઉભા નથી રહેતા ઉભા રહે છે તો કથિત અનાચારભરી કુટનિતિ સામે ટકી શકતા નથી ?! જીતી શકતા નથી ?! જો વકીલોનું ખરેખર ભલુ કરવું હોય તો સુવિખ્યાત ધારાશાસત્રીઓની અને ખરેખર સેવાભાવી હોય એવા ઉમેદવારોને ગુજરાત બાર કાઉન્સિલમાં મત આપો ! ગુજરાત બાર કાઉન્સિલમાં અગાઉ ડાબી બાજુથી સૃવિખ્યાત ધારાશાસ્ત્રી શ્રી કે. જે. શેઠનાની છે ! ડાબી બાજુથી બીજા ક્રમે વિદ્વાન ધારાશાસ્ત્રી શ્રી જે. બી. પારડીવાલાની છે ! ત્રીજા ક્રમે શ્રી યોગેશભાઈ લાખાણીની છે !
ચોથા ક્રમે શ્રી વિનોદચંદ્ર દિક્ષિતની છે ! પાંચમી તસ્વીર શ્રી વિજયભાઈ પટેલની છે ! છઠ્ઠી તસ્વીર સહકારી ક્ષેત્રના અગ્રણી શ્રી ઘનશ્યામભાઈ અમીનની છે ! સાતમી તસ્વીર ગાંધીવાદી શ્રી વિનુભાઈ ગાંધીની છે ! આઠમી તસ્વીર શ્રી અફઝલખાન પઠાણની છે ! નવમી તસ્વીર શ્રી આર. આર. શુકલની છે ! દસમી તસ્વીર શ્રી નિરંજનભાઈ દફતરીની છે ! અગિયારમી તસ્વીર શ્રી એમ. બી. આહુજાની છે ! બારમા ક્રમે શ્રી એમ. એલ. ઉનડકટની તસ્વીર છે !
આવા અનેક સુવિખ્યાત ધારાશાસ્ત્રીઓ ગુજરાત બાર કાઉન્સિલમાં વકીલ મતદારો ચૂંટાતા હતાં ! આજે આવા પ્રતિનિધિઓ કયાં ચૂંટાય છે ?! વકીલ મતદારો ઉંડી કોઠાસૂજથી મતદાન કરે અને જુનીયર્સ વકીલ ઉમેદવારોનો પ્રચાર સાંભળી મતદાન ન કરે પણ એમની વકીલાત ક્ષેત્રે નામ અને વકીલોની સેવા ક્ષેત્રે કામ છે ?! નૈતિકતા અને પ્રમાણિકતા છે ?! આ બધું જોઈ વિચારીને વકીલ મતદારો પોતાના ભવિષ્ય માટે ઉમેદવારોને ચૂંટશે ?!
(તસ્વીર સમાચાર ભરત ઠાકોર દ્વારા તથા માનદ્દ મદદનીશ પત્રકાર ગઝાલા શેખ દ્વારા)
ગુજરાત બાર કાઉન્સિલમાં અગાઉ કાયદાના પ્રખર જાણકાર અને પ્રતિભાશાળી નામાંકિત વકીલો બાર કાઉન્સિલની ચૂંટણી લડતા હતાં ! માટે તેનો પડઘો ન્યાયતંત્રમાં અને સરકારમાં પડતો હતો ! આજે કેટલાક નામાંકિત, શ્રેષ્ઠ વકીલો ઉમેદવારી કરતા નથી ?! કેમ ?!
અમેરિકન વૈજ્ઞાનિક રોબર્ટ ફયુલ્ટન કહે છે કે, “તમારા હાથ બતાવો શું એ આપી આપીને જખ્મી થયા છે ?! તમારા ચરણ બતાવો સેવા કરતા, કરતા થાકી ઘાયલ થયા છે ?! તમારૂં હૃદય બતાવો શું તેમાં દૈવીપ્રેમ માટે જગ્યા બચી છે ?”!! બ્રિટીસ વૈજ્ઞાનિક રીચાર્ડ ડોકિન્સ કહે છે કે, “આપણે દરેક રીતે ખુલ્લા દિમાગના રહેવું જોઈએ પણ એટલા બધાં ખુલ્લા નહીં કે દિમાગ બહાર નીકળી પડે”! ગુજરાત બાર કાઉન્સિલની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે !
પ્રથમ વાર ગુજરાત બાર કાઉન્સિલની ચૂંટણીના નવા નિયમો અને નવી કાર્યપધ્ધતિથી તા. ૧૩-૦૩-૨૦૨૬ ના રોજ યોજાવાની લગભગ નકકી છે ! વકીલ મંડળોની ચૂંટણીમાં પછી ફોજદારી બાર હોય કે કેટલાક અન્ય બાર હોય કેટલાક ઉમેદવારો લાખ્ખો રૂપિયાનો ખર્ચ કરે છે ?! કારણ કે તેઓ જીતે નહીં તો તેમની વકીલાત ચાલે નહીં ?! આવું જ કંઈ ગુજરાત બાર કાઉન્સિલની ચૂંટણીમાં પણ કેટલાક ખર્ચ કરેછે પણ અહીં જુદા પ્રકારનું ખર્ચ થાય છે ?!
તેને માટે રસપ્રદ ચર્ચા બહાર આવી રહી છે ! ૩૦% મહિલા અનામત થતાં પાંચ સીટો પર ચક્રવ્યુહ ઘડાઈ રહ્યો છે ! બગડા લેવા અનેક મહિલા ઉમેદવારોને, પુરૂષ ઉમેદવારોને ઉભા રાખશે ! જાતિવાદ, ધર્મવાદ, જ્ઞાતિવાદ ચાલશે અને ઉમેદવારો ઉભા રાખવા ઉમેદવારી ફોર્મના પૈસા પણ કેટલાક ભરાશે ?! ડીનર ડીપ્લોમસી થશે ! આ માહોલ વકીલ મતદારેએ અત્યંત ગંભીર બનવાનું છે ! શું થઈ શકે વિચારો ?! બાર કાઉન્સિલમાં કથિત ચર્ચા મુજબ શું થઈ રહ્યું છે ?! વિચારો અને આજથી જ મન બનાવી લો સત્તા પરિવર્તન જરૂરી છે !
ગુજરાત બાર કાઉન્સિલની ચૂંટણી એ બે વિચારધારા વચ્ચેનું “ધર્મયુદ્ધ” છે ! ત્યારે શ્રીમદ્દ ભગવદ્દ ગીતાના સંદેશાને અનુસરી વકીલ મતદારો મતદાન કરશે તો જ વકીલાતની વ્યવસાયિક સલામતી અને ન્યાયતંત્રની ગરિમા બચી શકશે ! નહી તો વકીલાતના સૈધ્ધાંતિક મૂલ્યોને તાળા વાગી જશે અને જુનીયર્સ વકીલોને વકીલાત કરવાના ફાંફા પડી શકે છે ?!
શ્રી ક્રિશ્ને શ્રીમદ્દ ભગવદ્દ ગીતામાં કહ્યું છે કે, “જયારે, જયારે દુનિયામાં ધર્મ (કર્તવ્ય) ગ્લાનિ અનુભવે છે અને અધર્મ (દુરાચાર) ની પારાકાષ્ટા સર્જાય છે ત્યારે કર્તવ્ય ધર્મના સિધ્ધાંતો પ્રસ્થાપિત કરવા અને સજજનોની રક્ષા કરવા હું યુગે, યુગે પ્રગટ થાઉં છું”!! માનવી ગમે તે કથિત સાંપ્રદાયિક ધર્મ પાળતો હોય કે માનવી પોતે ગમે તે જાતિ કે જ્ઞાતિનો હોય પરંતુ દરેક વકીલાત કરતા વકીલ મતદારો એ તો જાણે જ છે કે, “કર્તવ્ય ધર્મ” માનવી ચૂકે છે ત્યારે તેના જીવનમાં કુદરતી સમસ્યાઓ સર્જાય છે અને એના “કર્મ” નું પરિણામ હોય છે ?!
મહાભારત કાળમાં દ્રોપદિનું વસ્ત્રાહરણ કરાયું ?! ભિષ્મપિતામઃ, ગુરૂ દ્રોણાચાર્ય, કર્ણ જેવા શુરવીરોની હાજરીમાં આ થયું ! અને તેઓ ચૂપ રહ્યાં ?! તો શ્રી ક્રિશ્ને ભગવાને તેને “અધર્મ” કહ્યો ?! જે યોગ્ય સમયે પોતાનો ધર્મ ચૂકે છે એ “અધર્મ” છે ! આ વાત તો દરેક કોમના, જ્ઞાતિના, જાતિના અને ધર્મના લોકો માને છે ! વકીલો ગમે તે ધર્મ અને જ્ઞાતિના હોય ! દરેકના મનમાં એ વાત હોય છે કે, “એવું ન કરાય કુદરત રાજી ના રહે”!
તો પછી ગુજરાત બાર કાઉન્સિલમાં જેમની વકીલાત શ્રેષ્ઠ રીતે ચાલતી હોય વકીલાત ક્ષેત્ર વિખ્યાત ધારાશાસ્ત્રી હોય ! સદાચારી હોય ! કર્તવ્ય ધર્મના રખેવાળ હોય ! વકીલ મતદારોની સમસ્યાથી વાકેફ હોય ! સેવાભાવાના હૃદયમાં અને કર્તવ્યમાં હોય ! બાર કાઉન્સિલમાં ચૂંટાઈને ભાડા-ભથ્થા ના લીધા હોય ! વિવાદાસ્પદ ન હોય તેવા ઉમેદવારોનું અવલોકન કરી પછી “વકીલાતના વ્યવસાયના હિતમાં મતદાન કરો”! કર્તવ્ય ધર્મ ચૂકીને લાભ ઉઠાવતા ઉમેદવારોને ચૂંટશો તો “નૈતિકતા, ન્યાય અને વકીલાતના વ્યવસાયિક સિધ્ધાંતો હારી જશે”! શકય છે કે પછી વકીલાતના વ્યવસાયનું પતન થઈ શકે છે ?! પછી વકીલો શું કરશે ?! આજથી જ કુદરતથી ડરીને મતદાન કરવાનો આ એક સુંદર અવસર છે ! આ જ એક પ્રકારની ઈશ્વરની પ્રાર્થના છે ! છે કે નહીં ?! વકીલ મતદારો વિચારશે ?!
ગુજરાત બાર કાઉન્સિલની ચૂંટણીમાં ૨૩ બેઠકો માટે ૧૮ પુરૂષ ઉમેદવારો અને પાંચ મહિલા ઉમેદવારો વચ્ચે ચૂંટણી જીતવા માટે કથિત શતરંજની બાજી ગોઠવાઈ રહી છે ! કેવા ખેલ પાડવા ચક્રવ્યુહ ઘડાઈ રહ્યાં છે ?!
ઓટોવાન બિસ્માર્ક કહે છે કે, “ઈતિહાસ લખો નહીં, ઈતિહાસ રચો”! ગુજરાત બાર કાઉન્સિલમાં પાંચ બેઠકો મહિલા વકીલ મતદારો માટે અનામત છે ! ૧૮ બેઠકોમાં ફકત પુરૂષ વકીલ મતદારોને જીતવાના ચાન્સ છે ! ત્યારે વકીલ મતદારોને ગુજરાત બાર કાઉન્સિલમાં ઈતિહાસ રચવાનો મોટો ચાન્સ છે ! ત્યારે ગુજરાત બાર કાઉન્સિલમાં સત્તા પરિવર્તન આવવાની શકયતાની અભૂતપૂર્વ ચર્ચા શરૂ થઈ ગઈ છે ! અને ચક્રવ્યુહ ઘડાઈ રહ્યા છે !
જ્ઞાતિ, જાતિ અને ધર્મના નામે ચૂંટણી લડનારા ઉમેદવારોની બાજી ઉંધી પડે અવી શકયતાઓ છે ! કારણ કે આ ચૂંટણીમાં રાજકીય પક્ષો પણ કુદી પડયા છે ! પરિણામે રાજકીય પક્ષોના ટેકાથી ઉભા રહેલા ઉમેદવારોએ પોતાના ગ્રુપના ઉમેદવારોને જીતાડવા પ્રથમ પ્રયાસકરશે ! કારણ કે આ ચૂંટણીમાં સમગ્ર ગુજરાતના આશરે ૭૨૦૦૦ થી વધુ વકીલ મતદારો મતદાન કરશે !
ફોજદારી બારમાંથી મહિલા ઉમેદવારો, રાજકીય પક્ષોના ટેકા સાથે ઝંપલાવવાની સંભાવના છે ! અને તેનો તખ્તો રાજકીય કક્ષાએ ઘડાઈ રહ્યો છે ! આ માહિલા ઉમેદવારોએ પણ પોતાના જ પક્ષના ઉમેદવારોને ૧ થી ૨૩ મત આપવાના થશે ?! ગુજરાત બાર કાઉન્સિલમાં ઘુસેલું રાજકારણ ઘણાંને ડુબાડી દેશે ! એવા સંકેતો મળી રહ્યા છે ! પહેલી વાર રાજકીય પક્ષો આક્રમક રીતે ચૂંટણી લડશે એવા સંકેતો મળી રહ્યા છે ! જેને લઈને જ્ઞાતિવાદ પર વોટ બેંક ટકાવી રાખી ચૂંટણી જીતતા ફોજદારી બારના શ્રી ભરતભાઈ ભગતની પછાત જાતિની વણકર મત બેંકમાં આ વખતે ગાબડુ પાડશે ?! તેઓ બહારથી મતો નહીં ખેંચી શકે તો તેમની સીટ ભયમાં આવી શકે તેમ છે ?!
અનિલભાઈ કેલ્લા શતરંજની બાજી ગોઠવી રહ્યા છે ! પણ તેઓ એવું માનતા હોય કે તેઓ ૧૦ ઉમેદવારોના ચૂંટણી ફોર્મ ફી ભરાવીને ચૂંટણી જીતશે તો એમાં અનેક પડકારો છે ! રાજકીય પક્ષોની કંઠી બાંધેલા ઉમેદવારોએ પોતાના પક્ષમાં ટકી રહેવા મતો પોતાના પક્ષના સમર્પિત ઉમેદવારોને ટેકો કરવો પડશે ! ફોજદારી બારની ચૂંટણીમાં તેમના વહીવટની ટીકા થઈ છે !
અને આજે પણ હારેલા ઉમેદવારો નારાજ છે એવા હારેલા ઉમેદવારો કહેછે કે, “તારા પછી મારો દાવ ઉંચો હશે”? અને હારેલા તમામ ઉમેદવારોના મત શ્રી જે. જે. પટેલ તરફ ફંટાઈ જશે તો શ્રી અનિલભાઈ કેલ્લા માટે કપરા ચઢાણ હશે ! શ્રી અનિલભાઈ કેલ્લા ગ્રુપે ફોજદારી બારની ચૂંટણીમાં એકડા ખેંચવા જો ઉમેદવારો ઉભા રાખ્યા હશે તો એ પણ તેમની ચૂંટણીમાં અસર કરી શકે છે ! આવા અનેક પડકારો વચ્ચે હવે એકડા કોણ લઈ જશે ?! એ મુદ્દો ગુજરાત બાર કાઉન્સિલની ચૂંટણીમાં ચર્ચાનો મુદ્દો બન્યો છે ! વધુ મહેનતની જરૂર છે !
હાઈકોર્ટ બાર પોતાના ઉમેદવાર ઉભા રાખવાની કવાયત હાથ ધરી છે ! અમદાવાદ બારે સીટી સીવીલ અને સેસન્સ કોર્ટમાં પોતાના પ્રતિનિધિઓ જ ચૂંટવા માટે પ્રાથમિકતા આપશે ! એ જ રીતે ડીસ્ટ્રીકટ કોર્ટ બારમાં પણ થશે અને મહિલા અનામત બેઠકો એ તમામ ઉમેદવારોનું ગણિત બગાડી શકે તેમ છે !
કારણ કે તેમના એકડા હવે એમના એકડા છે ! અને શા માટે આજદિન સુધી બાર કાઉન્સિલની ચૂંટણી નહીં લડી શકનાર મહિલા ઉમેદવારો પોતાના જ મહિલા ઉમેદવારો વચ્ચે એકડા, બગડા, તગડા ના વહેંચે ?! શા માટે પુરૂષ ઉમેદવારોને એક પણ મત આપે ?! આવું પણ ના બની શકે ?! જોઈએ આગળ આગળ કેવો ચક્રવ્યુહ ઘડાય છે ?!
વકીલો માટે પ્રોટેકશન એકટને લાગુ કરવા કેન્દ્ર સરકારે વિચારતા ગુજરાત બાર કાઉન્સિલના ચેરમેન જે. જે. પટેલે ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી પ્રત્યે આભારની લાગણી અભિવ્યક્ત કરી ! ચાર્લ્સ દ. ગોલે કહ્યું છે કે, “કિર્તી એમને જ મળે છે જેમણે તેનું સ્વપ્ન જોયું છે”!! ગુજરાત બાર કાઉન્સિલના ચેરમેન શ્રી જે. જે. પટેલે ગુજરાતના સમગ્ર વકીલ આલમના વાચસ્પતિ તરીકેની ભૂમિકા પ્રદાન કરીને વકીલાના મૃત્યુ પછીની સહાય પાંચ લાખ રૂપિયા એટલા માટે કરી શકયા કારણ કે ૨૮ કરોડ જેવી માતબર રકમ ગુજરાત સરકાર પાસેથી મેળવવામાં સફળ થયા છે !
વકીલોને શકય તેટલી માંદગીની સહાય પણ વધારી કારણ કે સરકારમાંથી મદદ મળી ! અનેક વકીલોની સનદના પ્રશ્નો ઉકેલ્યા છે ! અને વકીલોનો મુદ્દો હતો વકીલોને પ્રોટેકશન એકટ હેઠળ આવરી લેવામાં આવે આ પણ શ્રી જે. જે. પટલની રજૂઆત બાદ કેન્દ્ર સરકારે આ મુદ્દો ઉકેલતા શ્રી જે. જે. પટેલે શ્રી નરેન્દ્રભાઈ મોદી પ્રત્યે આભારની લાગણી અભિવ્યક્ત કરી છે ! ગુજરાત બાર કાઉન્સિલની ચૂંટણી એમના માટે પણ પડકારરૂપ છે !
પરંતુ શ્રી જે. જે. પટેલે વકીલોના પ્રશ્નો ઉકેલ્યા છે એ જોતાં વકીલો માટે શ્રી જે. જે. પટેલને એકડો આપીને ઋણ અદા કરવાનો રૂડો અવસર છે ત્યારે શ્રી જે. જે. પટેલને જાગૃત મતદારો પાસેથી એકડાની આશા હોય એ સ્વાભાવિક છે !
આ લેખોમાં પ્રગટ થતાં વિચારો લેખકના પોતાના છે વેસ્ટર્ન ટાઈમ્સ તેની સાથે સહમત હોય તે જરૂરી નથી.
