યુએસએ યુએનના માનવતાવાદી કાર્યો માટે બે અબજ ડોલરની સહાય જાહેર કરી
જિનીવા, અમેરિકાએ સોમવારે સંયુક્ત રાષ્ટ્રના માનવતાવાદી કાર્યાે માટે ૨ અબજ ડોલરની સહાય કરવાની જાહેર કરી. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના વહિવટીતંત્ર દ્વારા એકબાજુ અમેરિકાની વિદેશી સહાયમાં સતત કપાત કરવામાં આવી રહી છે અને બીજી બાજુ સંયુક્ત રાષ્ટ્રની એજન્સીઓને નવી નાણાકીય વાસ્તવિકતાઓને ધ્યાનમાં રાખીને “અનુકૂળ થાઓ, સંકુચિત થાઓ અથવા અસ્તિત્વ ગુમાવો” તેવી ચેતવણી આપવામાં આવી રહી છે એવા સમયે પ્રમુખ ટ્રમ્પ દ્વારા આ મુજબની જાહેરાત કરાઇ હોવાથી તેનું મહત્વ અનેકગણુ વધી ગયું છે.
આ રકમ ભૂતકાળમાં અમેરિકા દ્વારા આપવામાં આવેલી સહાયની સરખામણીમાં બહુ નાનો હિસ્સો છે, પરંતુ વહિવટીતંત્રના મતે આ ઘણી મોટી રકમ છે, જેનાથી માનવતાવાદી સહાય આપનાર દેશ તરીકે અમેરિકાનો વિશ્વમાં અગ્રણી દરજ્જો જળવાઈ રહેશે.આ જાહેરાત અંતર્ગત સંયુક્ત ફંડ બનાવવામાં આવશે, જેમાંથી વિવિધ એજન્સીઓ અને પ્રાથમિકતાઓ માટે રકમ ફાળવવામાં આવશે.
સંયુક્ત રાષ્ટ્રમાં વ્યાપક અને કઠોર સુધારા લાવવાની અમેરિકાની માંગનો આ એક મુખ્ય ભાગ છે, જેને કારણે ઘણા માનવતાવાદી કર્મચારીઓ ચિંતિત થયા છે અને અનેક કાર્યક્રમો તથા સેવાઓમાં ભારે ઘટાડો થયો છે.
યુએનના આંકડાઓ અનુસાર, તાજેતરના વર્ષાેમાં યુએન આધારિત કાર્યક્રમો માટે પરંપરાગત રીતે અમેરિકાની માનવતાવાદી સહાય વાર્ષિક ૧૭ અબજ ડોલર સુધી રહી છે, જેમાંથી માત્ર ૮ થી ૧૦ અબજ ડોલર સ્વૈચ્છિક ફાળવણી હતી, એવું અમેરિકન અધિકારીઓ કહે છે. આ ઉપરાંત, સંયુક્ત રાષ્ટ્રની સભ્યતા સંબંધિત વાર્ષિક ફીમાં પણ અમેરિકા અબજો ડોલર ચૂકવે છે.SS1MS
