સાઉદી અરબનો યમનના મુકલ્લા પોર્ટ પર હવાઈ હુમલો
રિયાદ, ખાડીના બે શક્તિશાળી દેશો સાઉદી અરબ અને યુએઈની વચ્ચે તણાવ વધી ગયો છે. સાઉદી અરબે મંગળવારે સવારે યમનના મુકલ્લા પોર્ટ પર હવાઈ હુમલો કર્યાે છે. સાઉદી અરબનો દાવો છે કે યુએઈના ફુજૈરા પોર્ટથી આવેલા બે જહાજોમાંથી અહીં હથિયારો અને સૈન્ય વાહનો ઉતારવામાં આવી રહ્યા હતા.
આ જહાજોની ટ્રેકિંગ સિસ્ટમ બંધ હતી.આ હથિયાર સધર્ન ટ્રાન્જિક્શન કાઉન્સિલ (એસટીસી) નામના અલગાવવાદી જૂથોને આપવામાં આવી રહ્યા હતા, જે શાંતિ અને સ્થિરતા માટે ખતરો બની શકતા હતા. એટલા માટે અમારી વાયુસેનાએ મર્યાદિત હવાઈ હુમલાઓ કરીને હથિયારો અને સૈન્ય વાહનોને ટાર્ગેટ બનાવ્યા હતા. આ હુમલા રાત્રે કરવામાં આવ્યા જેથી સામાન્ય લોકોને નુકસાન પહોંચે નહીં.બીજી તરફ, આ હુમલા પર હજુ સુધી યુએઈ તરફથી કોઈ પ્રતિક્રિયા આવી નથી.
સાઉદી અરબ અને યુએઈ છેલ્લા ૧૦ વર્ષથી યમનમાં હૂતી બળવાખરો સંગઠનની સામે લડી રહ્યા છે, પરંતુ બંને દેશ ત્યાં જુદા-જુદા જૂથોને સમર્થન કરે છે. આ દરમિયાન, મુકલ્લા પર થયેલા હવાઈ હુમલા પછી યમન સરકારે સંયુક્ત અરબ અમીરાત(યુએઈ)ની સાથે કરેલા સંરક્ષણ કરાર રદ કરી દીધા છે.
યમનના પ્રેસિડેન્શિયલ લીડરશીપ કાઉન્સિલના વડા રશાદ અલ-અલીમીએ જાહેરાત કરી છે કે દેશમાં ઉપસ્થિત યુએઈના સૈન્યે ૨૪ કલાકમાં યમનમાંથી બહાર નીકળી જવું પડશે. આ સાથે જ યમન સરકારે પરિસ્થિતિ પર નિયંત્રણ માટે ૭૨ કલાકની હવાઈ, જમીન અને દરિયાઇ નાકાબંધી લાગુ કરવાનો અને ૯૦ દિવસ માટે ઈમરજન્સી જાહેર કરવાનો નિર્ણય કર્યાે છે.SS1MS
