અલ્મોડામાં બસ ખીણમાં ખાબકતાં સાતનાં મોત, બાર વ્યક્તિ ઘાયલ
દેહરાદૂન, ઉત્તરાખંડના અલ્મોડા જિલ્લામાં એક ગંભીર અકસ્માત બસ ઊંડી ખીણમાં ખાબકતા સાત લોકોનાં મોત થયા હતા જ્યારે ૧૨ ઘાયલ થયા હતા. પોલીસ પાસેથી ઘટનાની મળેલી વિગતો મુજબ અલમોડાના દ્વારહાટથી નૈનિતાલના રામનગર તરફ જઈ રહેલી એક બસ ભિકિયાસૈન નજીક ખીણમાં પડી ગઈ હતી.
તીવ્ર વળાંક ધરાવતા પર્વતીય રસ્તા ઉપર બસના ચાલકે કાબૂ ગુમાવતા બસ ખીમમાં ખાબકી હતી. અલમોડાના વરિષ્ઠ પોલીસ અધિક્ષક દેવેન્દ્ર પિંચાએ જણાવ્યું કે, બસમાં ૧૮થી ૧૯ મુસાફરો હતા. ડ્રાઈવરે સ્ટીયરિંગ પરનો કાબૂ ગુમાવતા બસ ભિયિકાસૈનથી છ કિ.મી.ના અંતરે ઊંડી ખીણમાં પડી હતી. આ અકસ્માતમાં સાત લોકોના મોત થયા હતા જ્યારે ૧૨ લોકો ઘાયલ થયા હતા.
અકસ્માતની જાણ થતા પોલીસ અને સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ફોર્સની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને રાહત તેમજ બચાવ કામગીરી હાથ ધરી હતી. ડ્રાઈવર સહિત ઘાયલ મુસાફરોને બહાર કાઢવામાં આવ્યા હતા અને તેમને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડ્યા હતા.
અલમોડામાં બસ અકસ્માતની ઘટના પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાજ્યના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ શોક વ્યક્ત કર્યાે હતો. સીએમ ધામીએ ફેસબુક પર હિન્દીમાં એક પોસ્ટ શેર કરીને જણાવ્યું હતું કે, બસ અકસ્માતમાં મૃત્યુ પામેલાના પરિવારજનોને હું સાંત્વના પાઠવું છું.મૃતકોના પરિવારજનોને ઈશ્વર આ દુઃખ સહન કરવાની શક્તિ આપે તેવી પ્રાર્થના.
ઘાયલો ઝડપથી સારવાર થાય તેવી કામના. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અલમોડામાં થયેલા બસ અકસ્માતને દુઃખદ ગણાવ્યો હતો અને મૃતકો માટે શોક વ્યક્ત કર્યાે હતો તેમજ તેમના સ્નેહીજનોને સાંત્વના પાઠવી હતી.SS1MS
