રેલ-વન એપ દ્વારા અનરિઝર્વ્ડ ટિકિટ ખરીદી પર ૩ ટકા ડિસ્કાઉન્ટ મળશે
નવી દિલ્હી, રેલવે મંત્રાલયે અનરિઝર્વ્ડ ટિકિટ બુકિંગમાં ડિજિટલ ટ્રાન્ઝેક્શનને વેગ આપવા માટે નવા પ્રોત્સાહનની જાહેરાત કરી છે. ૧૪ જાન્યુઆરીથી ૧૪ જુલાઈ ૨૦૨૬ દરમિયાન રેલ-વન એપ મારફત બિનઅનામત ટિકિટની ખરીદી પર ૩ ટકા ડિસ્કાઉન્ટ મળશે.
પેમેન્ટ માટે મુસાફર આર-વોલેટની જગ્યાએ કોઇપણ ડિજિટલ માધ્યમનો ઉપયોગ કરી શકશે. આ ઓફર હાલના ૩ ટકા કેશબેક ઉપરાંતની છે. હાલમાં રેલ-વન એપ દ્વારા માત્ર આર-વોલેટ પેમેન્ટના કિસ્સામાં ૩ ટકા કેશબેક મળે છે.
મંત્રાલયે સેન્ટર ફોર રેલવે ઇન્ફર્મેશન સિસ્ટમને જરૂરી સોફ્ટવેર અપડેટ કરવાની સૂચના આપી છે, જેનાથી ડિસ્કાઉન્ટ ઉપલબ્ધ કરાવી શકાય. ડિજિટલ બુકિંગને વેગ આપવા માટે રેલ-વન એપ પર તમામ ડિજિટલ પેમેન્ટ માધ્યમથી અનરિઝર્વ્ડ ટિકિટના બુકિંગ માટે ૩ ટકા ડિસ્કાઉન્ટ આપવાનો નિર્ણય કરાયો છે.
આ ડિસ્કાઉન્ટ ૧૪ જાન્યુઆરીથી ૧૪ જુલાઈ ૨૦૨૬ દરમિયાન બુકિંગ કરાયેલી ટિકિટ પર મળશે.સીઆરઆઈએસ મે મહિનામાં આ દરખાસ્ત અંગે કેવા પ્રતિભાવ મળ્યા છે તેની વિગત આપશે અને તે પછી આગામી નિર્ણય કરાશે.
અધિકારીઓએ સ્પષ્ટતા કરી હતી કે આર-વોલેટ ટ્રાન્ઝેક્શન માટેનું હાલનું ૩ ટકા કેશબેક પણ ચાલુ રહેશે. આ લાભ માત્ર રેલ-વન એપ મારફત મળશે. હાલમાં રેલ-વન એપ પર અનરિઝર્વ્ડ ટિકિટ ખરીદવા અને આર-વોલેટ મારફત પેમેન્ટ કરતાં મુસાફરોને ૩ ટકા કેશબેક મળે છે. જોકે નવી ઓફરમાં તમામ ડિજિટલ પેમેન્ટ માધ્યમ દ્વારા રેલ-વન એપથી ખરીદવામાં આવેલી ટિકિટ પર ૩ ટકા ડિસ્કાઉન્ટ મળશે.SS1MS
