સાબરકાંઠા એલસીબીએ મંદિરોમાં ચોરી કરતી ગેંગના મુખ્ય સૂત્રધારને ઝડપી લીધો
હિંમતનગર, સાબરકાંઠા એલસીબીની ટીમે પ્રાંતિજ, ચિઠોડા અને વડાલી સહિતના વિસ્તારોમાં મંદિરોમાં ચોરી કરતી ગેન્ગના મુખ્ય હિંમતનગર બસ સ્ટેશન પાસેથી ઝડપી લીધો હતો. પોલીસે ચાંદીના છત્ર અને રોકડ મળી અંદાજે રૂ.ર૩,૯પ૦ના મુદ્દામાલ કબજે ક્યો હતો.
પોલીસે પૂછપરછ કરતાં મંદિરમાં કરાયેલી ચોરીઓમાં અંબાજીના કુંભારીયામાં રહેતા અન્ય પાંચ જણા સામેલ હોવાની કબુલાત કરી હતી.આ અંગે એલસીબીના પીઆઈ ડી.સી. સાકરીયાના જણાવાયા મુજબ, પ્રાંતિજ તાલુકાના સલાલ અને પોગલુ ગામના મંદિરોમાં તાજેતરમાં ચોરી થયાની ફરિયાદ નોંધાયા બાદ એલસીબીએ બાતમીના આધારે હિંમતનગરના મુખ્ય બસ સ્ટેન્ડની ગલીમાં થઈ રેલવે સ્ટેશન જતા રોડ પર શંકાસ્પદ જણાતા એક વ્યકિતને ઝડપી લીધો હતો.
તેની પૂછપરછ કરતાં તેણે પોતાનું નામ રમેશ ઉર્ફે દિનેશ સરાફીયા નટ (રહે.કુંભારીયા, નટવાસ) રહેતો હોવાની કબૂલાત કરી હતી.પોલીસે રમેશ નટની અંગ ઝડતી લેતાં ચાંદીના ૧૦ છત્ર મળી આવ્યા હતા.
પોલીસે કડકાઈથી પૂછપરછ કરતાં પકડાયેલા અન્ય પાંચ જણાને સાથે રાખી ચિઠોડા પોલીસ સ્ટેશનની હદમાં આવેલા ચિતરીયા-પાલના ડુંગર પર મંદિરની દાનપેટીમાંથી રોકડ ચોરી હતી. તેજ પ્રમાણે આ છ જણાએ વડાલીના થેરાસણા ગામે મંદિરની દાનપેટી તોડી ચોરી કરી હોવાની કબૂલાત કી હતી.
એલસીબીએ ગેન્ગના મુખ્ય સૂત્રધાર પાસેથી રૂ. ર૦ હજારના ૧૦ ચાંદીના છત્ર, રૂ. ૩,૯૦૦ રોકડા અને બેટરી મળી અંદાજે રૂ. ર૩,૯પ૦નો મુદ્દામાલ કબજે લઈ આ સૂત્રધારને એલસીબીએ પ્રાંતિજ પોલીસને હવાલે કર્યાે હતો.SS1MS
