Western Times News

Gujarati News

૫ાંચ ગામમાં અધૂરા પુરાવાના આધારે ૧૦૪૮ લગ્નની નોંધણી પકડાઈ

નવી દિલ્હી, પંચમહાલ જિલ્લો બોગસ લગ્ન નોંધણીનું એપી સેન્ટર બન્યું છે, ત્યારે જિલ્લા પંચાયત દ્વારા ઘોઘંબાની ૪ અને કાલોલની ૧ ગ્રામપંચાયતમાં તપાસ કરતા ૧૦૪૮ લગ્ન નોંધણીઓ અધુરા પુરાવાના આધારે કરી હોવાનુ પુરવાર થયું હતું.

જેના પગલે નાયબ ડીડીઓ દ્વારા ભાણપુરા, કણબી પાલ્લી, નાથકુવા તથા કંકોડા કુઈ અને કાલંત્રા એમ ચાર તલાટીઓ સામે આરોપનામુ ઘડીને ચાર્જશીટ અપાતા મહેસુલ આલમમાં સન્નાટો ફેલાયો હતો.૫ પંચમહાલની કણજીયાણી ગ્રામપંચાયતના તલાટી દ્વારા બોગસ લગ્ન નોંધણી બહાર આવી હતી.

ત્યારે જિલ્લા પંચાયતને રાજ્ય લગ્ન નોંધણી રજીસ્ટાર દ્વારા લેખિત સૂચનાઓ અપાતા તપાસ ચાલુ કરી લગ્ન નોંધણીના રેકર્ડની તપાસ કરી હતી. જેમાં ૨૦૨૪-૨૫માં નાથકુવા, કરાયાનું બહાર આવ્યું હતું. જિલ્લાના કંકોડાકોઈ, ભાણપુરા, કણબીપાલ્લી તથા કાલંત્રા સહિતની ૫ ગ્રામપંચાયતોમાં કુલ ૧૦૪૮ લગ્ન નોંધણી અધૂરા પુરાવા, જરૂરી દસ્તાવેજો વિના તેમજ નિયમ વિરુદ્ધ નાયબ વિકાસ અધિકારી દ્વારા ૪ તત્કાલીન તલાટીને ખુલાસો કરવા નોટીસ ફટકારી હતી.

તલાટીના જવાબ બાદ ખુલાસો સંતોષકારક ન જણાતા ભાણપુરાના બી.એલ.કામોડ, કણબી પાલ્લી ગ્રામપંચાયતના એન. એલ. સોલંકી, નાથકુવા તથા કંકોડા કુઈ ગ્રામપંચાયતના પી. એ પટેલ તથા કાલંત્રા ગ્રામ પંચાયતના આર. સી. ભોઈ સહિત ૪ તલાટી કમ મંત્રીને ચાર્જશીટ ફટકારી છે.

ચારેય તલાટીઓ સામે આરોપનામું ઘડી ચાર્જશીટ પાઠવતા જિલ્લાના મહેસૂલી આલમમાં ફફડાટ વ્યાપી ગયો છે. જિલ્લામાં ૪ વર્ષમાં બોગસ નોંધણીના ચોકાવનારા આંકડા સામે આવ્યા છે.

જેમાં શહેરાના ભદ્રાલા ગ્રામ પંચાયતમાં ૫૭૧, કાલોલ તાલુકાના મલાવ ગ્રામપંચાયતમાં ૧૫૦૨, ઘોઘંબા તાલુકાના કણબી ગ્રામ પંચાયતમાં ૪૧૧, નાથકુવા ૧૧૧, કંકોડાકુઈ ૩૪૧, ભાવાપુરા ૧૪૯, કરણ તથા કાલોલની કાંલત્રા ગામે ૩૧ લગ્ન નોંધણીઓ અપુરતા પુરાવાના આધારે કરાઈ હોવાનું બહાર આવ્યું છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.