પકિસ્તાન ટીમના કોચ પદેથી અઝહર મહેમૂદની હકાલપટ્ટી
લાહોર, પકિસ્તાન ક્રિકેટમાં ફરી એક વાર વિવાદ પેદા થયો છે કેમ કે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે (પીસીબી) તેની નેશનલ ટીમના ચીફ કોચ અઝહર મહેમૂદને તેની મુજપ પૂરી થયાના ત્રણ મહિના અગાઉથી જ કરાર પૂરો કરીને હકાલપટ્ટી કરી દીધી છે તેમ સૂત્રોએ જણાવ્યું હતું.ભૂતપૂર્વ ટેસ્ટ ઓલ રાઉન્ડર અઝહર મહમૂદનો કરાર માર્ચ ૨૦૨૬ સુધીનો હતો પરંતુ તેને વહેલી મુક્તિ આપી દેવામાં આવી છે. પાકિસ્તાનનો આગામી ટેસ્ટ કાર્યકાળ માર્ચ ૨૦૨૬ સુધીનો નથી.“
અઝહરનો કરાર માર્ચમાં સમાપ્ત થઈ રહ્યો હોવાથી અને પાકિસ્તાનનો ટેસ્ટ કાર્યકાળ માર્ચ ૨૦૨૬થી શરૂ થઈ રહ્યો હોવાથી બોર્ડ માટે નવા ચીફ કોચ માટે અગાઉથી આયોજન શરૂ કરવું શ્રેષ્ઠ રહેશે” તેમ પીસીબીના નજીકના સૂત્રોએ જણાવ્યું હતું.છેલ્લા કેટલાક વર્ષાેમાં રાષ્ટ્રીય ટીમમાં વિવિધ હોદ્દાઓ સંભાળી ચૂકેલા અઝહર મહમૂદનો બોર્ડ સાથે બે વર્ષનો કરાર હતો.
ગયા વર્ષે તેને ટેસ્ટ ટીમના ચીફ કોચ તરીકે નિયુક્ત કરવામાં આવ્યો હતો.સૂત્રોએ જણાવ્યું હતું કે પીસીબીએ હવે ટેસ્ટ ટીમના નવા મુખ્ય કોચની શોધ શરૂ કરી છે અને સપોર્ટ સ્ટાફમાં પણ ફેરફાર થઈ શકે છે.આઇસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં પાકિસ્તાન પોતાની નવી સાઇકલ માર્ચ ૨૦૨૬માં બાંગ્લાદેશના પ્રવાસથી શરૂ કરશે. ત્યાર બાદ જુલાઈમાં ટીમ વેસ્ટ ઈન્ડિઝ અને ઓગસ્ટ-સપ્ટેમ્બરમાં ઇંગ્લેન્ડનો પ્રવાસ કરનારી છે.નવેમ્બર-ડિસેમ્બર ૨૦૨૬ અને માર્ચ ૨૦૨૭માં પાકિસ્તાનની ટીમ ઘરઆંગણે શ્રીલંકા અને ન્યુઝીલેન્ડ સામે રમશે.
પસંદગીના મુદ્દાઓ પર મતભેદોને કારણે ૨૦૨૪ની શરૂઆતમાં પીસીબી અને ઓસ્ટ્રેલિયન જેસન ગિલેસ્પી અલગ થયા ત્યારથી ટેસ્ટ ટીમ પાસે આકિબ જાવેદ અને અઝહર મહેમૂદના રૂપમાં વચગાળાના કોચ છે.સપ્ટેમ્બર-ઓક્ટોબરમાં આઇસીસી વર્લ્ડ કપ દ મોહમ્મદ વસિમનો કરાર રિન્યૂ ન થયો હોવાથી પીસીબી હવે નેશનલ વિમેન્સ ટીમ માટે પણ મુખ્ય કોચની શોધમાં છે.SS1MS
