રાજસ્થાનમાં આવારાપન-ટુના સેટ પર કડક સુરક્ષાનો બંદોબસ્ત
મુંબઈ, રાજસ્થાનમાં આવારપન ટુનું શૂટિંગ ચાલી રહ્યું છે તેવામાં ઇમરાન હાશ્મીનના લુકની તસવીરો અને વીડિયો લીક થયા હતા.આ પછી નિર્માતાઓએ સેટ પરની સુરક્ષામાં વધારો કરીને કડક કરીને લોકોના પ્રવેશ પર પ્રતિબંધ લગાવી દીધો છે. આ ઉપરાંતઆ ફિલ્મનો સંગીતકાર પાકિસ્તાની હોવાની અફવાથી પણ સુરક્ષા વધારી દેવામાં આવી છે. જોકે ફિલ્મની ટીમે સંગીતકાર પાકિસ્તાનનો હોવાની વાતનું ખંડન કર્યું છે.
સૂત્રે જણાવ્યું હતું કે, સંગીત ફિલ્મનું અભિન્ન અંગ છે અને પ્રીતમે મૂળ સંગીત તૈયાર કર્યું છે. નિર્માતા દેશના કાયદાથી જાણકાર છે અને પાકિસ્તાની સંગીતકારની અફવાથી પરેશાન થઇ ગયો છે. ફિલ્મના શૂટિંગમાં પડી રહેલી તકલીફના કારણે હવે શૂટિંગ ઝડપથી કરવામાં આવી રહ્યું છે.
ટીમ એક અઠવાડિયાની અંદર જ શૂટિંગને પુરુ કરી નાખશે.રસપ્રદ છે કે, ઇમરાન હાશ્મી શિવમ પંડિતના રોલમાં ફરી જોવા મળવાનો છે. તેની સાથે દિશા પટાણી પણ હશે તેમજ આ વખતે ફિલ્મસર્જકે એક શબાના આઝમીને એક નેગેટિવ રોલમાં સમાવેશ કરી છે.
ફિલ્મ નિર્માણના સૂત્રોના અનુસાર મુખ્ય અભિનેતાના બદલાયેલા લુકની તસવીરો વગર અનુમતિએ ઓનલાઇન લીક કરવામાં આવી હતી. આ પછી રાજસ્થાનના સાંભર અને આસપાસના શૂટિંગ સ્થળોએ સુરક્ષામાં વધારો કરી દેવામાં આવ્યોછે.ઉપરાંત થોડા ક્ષેત્રોને સીલ પણ કરીદેવામાં આવ્યા છે. સ્થાનીક લોકોએ ટેરેસ પરના સીકવન્સ અને વીડિયો લીક કર્યા હતા. તેમજ સેટ પર ફોન પર પ્રતિબંધ મુકી દેવામાં આવ્યો છે.SS1MS
