Western Times News

Gujarati News

રોહિત શેટ્ટીની ગોલમાલમાં ફરી એક વખત જૂની કાસ્ટ જોવા મળશે

મુંબઈ, રોહિત શેટ્ટીની લોકપ્રિય કોમેડી ફ્રેન્ચાઇઝીની ફિલ્મ ગોલમાલના વધુ એક ભાગની રાહ જોવાઈ રહી છે. પાંચમી ગોલમાલમાં ખાસ વાત એ છે કે પહેલી વખત એક મહિલા વિલન જોવા મળશે અને સાથે એમાં ફેન્ટસીનું તત્વ પણ જોવા મળશે.

રોહિત શેટ્ટીની પહેલી ગોલમાલઃફન અનલિમિટેડ ૨૦૦૬માં આવી હતી.પીટીઆઈના અહેવાલ અનુસાર, ફરી વખત ગોલમાલ ૫માં અજય દેવગન, અર્શદ વારસી, તુષાર કપૂર, શ્રેયસ તળપદે, કુનાલ ખેમુ અને શર્મન જોશી જોવા મળશે.

આ ફિલ્મ સાથે સંકળાયેલા સુત્રોના જણાવ્યા અનુસાર, આ માત્ર કોઈ કોમેડી ફિલ્મ નથી, “આ એક ફેન્ટસી કોમેડી ફિલ્મ હશે.” જેમાં આ ફિલ્મ જે પ્રકારની કોમેડી માટે જાણીતી છે, તે તો જોવા મળશે જ સાથે આ વાર્તમાં ફેન્ટસી પણ ઉમેરાશે.

સૌથી મહત્વની વાત એ છે કે ગોલમાલ ૫માં પહેલી વખત કોઈ ફિમેલ વિલન જોવા મળશે. જોકે, હજુ આ એક્ટ્રેસ માટેનું કાસ્ટિંગ ચાલુ છે, પરંતુ મેકર્સે સ્ક્રિપ્ટ એ રીતે લખી છે કે તેમાં નેગેટિવ રોલમાં કોઈ મહિલા હોય, સુત્રએ જણાવ્યું, “આ વાર્તા એ રીતે લખાઈ છે કે તેમાં નકારાત્મક રોલમાં કોઈ મહિલા હોય.”

આ ફ્રેન્ચાઇઝીની આગળની ફિલ્મોની જેમ આ ફિલ્મમાં પણ જોની લીવર, અશ્વિની કલેશકર, મુકેશ તિવારી અને સંજય મિશ્રા પણ વિવિધ રોલમાં જોવા મળશે. જેઓ વાર્તાને વધુ કોમેડી બનાવશે. લગભગ બે દાયકામાં આ ફ્રેન્ચાઇઝીએ એક વિચિત્ર પાત્રો સાથે વિચિત્ર ઘટનાઓ અને મજાની એક અલગ છાપ ઉભી કરી છે. તો ફરી એક વખત તેની જુની મજા જાળવી રાખીને નવા પ્રકારની વાર્તા સાથે આ ફિલ્મ કોમેડી ફિલ્મ દર્શકોને મજા કરાવશે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.