એસ.ટી.ના ભાડામાં ૩ ટકાનો વધારો-મધરાતથી જ નવા ભાવ લાગુ
પ્રતિકાત્મક
ગાંધીનગર, એસટી વિભાગ દ્વારા એકાએક ભાડામાં વધારો કરવામાં આવતા મુસાફરો વિમાસણમાં મુકાઈ જવા પામ્યા હતા. આજ રાતથી જ નવા ભાડા લાગુ કરવામાં આવશે,
ગુજરાત રોડ એન્ડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન દ્વારા એસટી વિભાગે એકાએક ભાડામાં વધારો કરવામાં આવ્યો છે. એસટી વિભાગ દ્વારા ભાડામાં ૩ ટકા જેટલો વધારો કરવામાં આવ્યો હતો. આજે મોડી રાતથી જ નવા ભાડુ લાગુ કરવામાં આવશે.
ગુજરાતીઓને નવા વર્ષની મોઘી ભેટ આપી છે. એસટી વિભાગ દ્વારા ૯ મહિનામાં બીજી વખત ભાડામાં વધારો કર્યો છે. ગુજરાત એસટી દ્વારા ભાડામાં ત્રણ ટકાનો વધારો કરવામાં આવ્યો છે.
રાજ્યમાં નવા વર્ષે મોંઘવારીની ભેટ આપી છે. આજ મધરાતથી જ અમલ શરૂ કરશે. ૨૭ લાખ મુસાફરો પર ભાડાનો બોજ વધ્યો છે. ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ એટલે કે, ST નિગમ દ્વારા મુસાફરોને વધુ સારી સેવાઓ પૂરી પાડવાના ઉદ્દેશ્યથી ૩૧ ડિસેમ્બર ૨૦૨૫ની મધ્યરાત્રીથી એટલે કે ૧ જાન્યુઆરી ૨૦૨૬થી ૩% ભાડા વધારો કરવાનો સર્વાનુમતે નિર્ણય લેવામાં આવ્યો છે.
GSRTC દ્વારા મુસાફરોને વધુ સારી સુવિધા મળી રહે તે માટે તા. ૩૧ ડિસેમ્બર ૨૦૨૫ ની મધ્ય રાત્રીથી તા. ૧ જાન્યુઆરી ૨૦૨૬ થી ભાડામાં ૩ ટકાનો વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં લોકલ બસમાં ૯ કિલોમીટર સુધી મુસાફરોને કોઈ ભાડા વધારો લાગુ પડશે નહી. તેમજ ૧૦ થી ૬૦ કિમીમાં રૂ.૧ નો વધારો કરવામાં આવ્યો છે. ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર દ્વારા માર્ચ ૨૦૨૫ માં એસટીના ભાડામાં ૧૦ ટકાનો વધારો કરવામાં આવ્યો હતો. જે બાદ તા. ૩૧.૧૨.૨૦૨૫ ના રોજ ફરી એસટીના ભાડામાં ૩ ટકા જેટલો વધારો કરવામાં આવ્યો છે.
વર્ષ ૨૦૧૪ બાદ ૨૦૨૩ માં એટલે કે ૧૦ વર્ષ બાદ એસટી નિગમ દ્વારા ૧ ઓગસ્ટ ૨૦૨૩ ના રોજ ભાડામાં ૨૫ ટકા સુધીનો વધારો કરવામાં આવ્યો હતો. ય્જીઇ્ઝ્ર દ્વારા ભાડામાં ૪૮ કિમી સુધી એક રૂપિયાથી લઈ ૬ રૂપિયા સુધીનો વધારો કર્યો હતો.
