યુવાન તમંચો લઇ હત્યા કરવા પહોંચ્યો: લોકોએ ઝડપી મેથીપાક ચખાડયો
AI Image
ઘેલખડી વિસ્તારમાં લબરમુછીયા યુવકની કરતૂત સામે આવી છે, અને લોકોની હિંમતના કારણે લોકોએ તેને રોડ પર જ ઝડપી પાડયો છે
નવસારી, નવસારીમાં યુવાન તમંચો લઈને હત્યા કરવા માટે પહોંચ્યો હતો અને દેશી તમંચો અને ૪ જીવતા કારતૂસ લઇ હત્યા કરવા પહોંચ્યો હતો યુવાન, ઘટનાની જાણ થતા લોકોએ યુવાનને ઝડપી પાડયો અને હત્યાને અંજામ આપે તે પહેલા પોલીસે તેને ઝડપી પાડી પોલીસ સ્ટેશન લઈ ગયા હતા અને ગુનો નોંધ્યો હતો.
નવસારીમાં ધોળા દિવસે પરપ્રાંતીય યુવાન તમંચો લઈ હત્યા કરવા પહોંચ્યો હતો અને નવસારી શહેરના ઘેલખડી વિસ્તારમાં લબરમુછીયો યુવાન હત્યા કરવા પહોંચ્યો હતો, દેશી તમંચો અને ચાર જેટલા જીવતા કારતૂસ સાથે હત્યા કરવાના ઇરાદે પહોંચ્યો હતો યુવાન ઘટનાને અંજામ આપે તે પેહલા લોકોએ ઝડપી પાડ્યો હતો, હત્યા કરવા પહોચેલા પરપ્રાંતીયને લોકોએ દોરડાથી બાંધી દીધો હતો.
યુવક કોની હત્યા કરવા માટે જઈ રહ્યો હતો તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે.વર્ષ ૨૦૨૫ના અંતિમ દિવસોમાં ‘થર્ટી ફર્સ્ટ’ની ઉજવણીને ધ્યાનમાં રાખીને નવસારી જિલ્લા પોલીસ અત્યારથી જ એક્શન મોડમાં આવી ગઈ છે. જિલ્લામાં કોઈપણ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિ ન થાય અને શાંતિ જળવાઈ રહે તે માટે પોલીસ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે.
નવસારી જિલ્લો પાડોશી કેન્દ્રશાસિત પ્રદેશ દમણ અને મહારાષ્ટ્રની સરહદ સાથે જોડાયેલો હોવાથી ૩૧મી ડિસેમ્બરની રાત્રે દારૂની હેરાફેરી અને ‘ડ્રિંક એન્ડ ડ્રાઈવ’ના કિસ્સાઓ વધવાની શક્્યતા રહેલી હોય છે. આ સ્થિતિને પહોંચી વળવા માટે જિલ્લા પોલીસ વડાની સૂચનાથી તમામ મુખ્ય હાઈવે અને અંતરિયાળ રસ્તાઓ પર પોલીસ તૈનાત કરી દેવામાં આવી છે.
