વિજય હઝારે ટ્રોફીમાં જમ્મુ-કાશ્મીરનો શરમજનક રેકોર્ડ, ૬૩મા ઓલઆઉટ
આકાશદીપે ૮.૪ ઓવરમાં ૩૨ રન આપીને ચાર વિકેટ લીધી અને જમ્મુ-કાશ્મીરની કમર તોડી નાખી હતી
રાજકોટ, ભારતીય ઘરેલુ ક્રિકેટમાં જો કોઈ ટીમ પાસે હાલમાં સૌથી ઘાતક ફાસ્ટ બોલિંગ આક્રમણ છે, તો તે બંગાળ છે. વિજય હજારે ટ્રોફી ૨૦૨૫-૨૬ના ચોથા રાઉન્ડમાં બંગાળના પેસ ત્રિપુટીએ એવો તરખાટ મચાવ્યો કે જમ્મુ-કાશ્મીરની ટીમ પોતાના ઈતિહાસમાં સૌથી ઓછા લિસ્ટ-છ સ્કોર પર સમેટાઈ ગઈ.
રાજકોટના સણોસરા ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાયેલી ગ્રુપ-મ્ની ચોથી મેચમાં બંગાળે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો જે નિર્ણય સંપૂર્ણપણે સાચો સાબિત થયો. ઠંડી સવારે બંગાળના ફાસ્ટ બોલરોએ નવા બોલથી ઘાતક સ્વિંગ અને સીમ મૂવમેન્ટનો શાનદાર ઉપયોગ કર્યો.
અનુભવી ફાસ્ટ બોલર મોહમ્મદ શમી, જેની ભારતીય ટીમમાં વાપસીની વ્યાપક ચર્ચા થઈ રહી છે, તેણે ઈનિંગના બીજા જ બોલ પર જમ્મુ-કાશ્મીરના ઓપનર કામરાન ઈકબાલને આઉટ કર્યો. આ શરૂઆતી ઝટકાથી જમ્મુ-કાશ્મીરની ટીમ બહાર જ નીકળી શકી.
શમીની સાથે નવો બોલ સંભાળી રહેલા આકાશ દીપે પણ પોતાની પહેલી જ ઓવરમાં વિકેટ ઝડપી. બંને સિનિયર ફાસ્ટ બોલરોના દબાણે જમ્મુ-કાશ્મીરના બેટ્સમેનોની ટેકનિક અને આત્મવિશ્વાસને સંપૂર્ણપણે તોડી નાખ્યો. વિકેટો એટલી ઝડપથી પડી ગઈ કે વિરોધી બેટ્સમેન પિચ પર ટકી રહેવાનો કોઈ પ્રયાસ જ ન કરી શક્્યા.
બંગાળના ફાસ્ટ બોલરોએ સતત સટીક લાઈન-લેન્થ પર બોલિંગ કરી, જેના કારણે બેટ્સમેનોને કાં તો રમવાથી ચૂકી ગયા અથવા તો ખોટો શોટ રમી બેઠા. આખી ટીમ ૨૦.૪ ઓવરમાં માત્ર ૬૩ રનમાં ઓલઆઉટ થઈ ગઈ, જે જમ્મુ-કાશ્મીરનો લિસ્ટ-છનો અત્યાર સુધીનો સૌથી ઓછો સ્કોર છે.
આમ બંગાળના ફાસ્ટ બોલિંગ યુનિટે ઘાતક પ્રદર્શન કર્યું છે. જેમાં મોહમ્મદ શમીનો અનુભવ, આકાશ દીપની સાતત્યતા અને અન્ય ફાસ્ટ બોલરોનો શિસ્તબદ્ધ સપોર્ટ આ આક્રમણને અત્યંત ખતરનાક બનાવે છે. ખાસ વાત એ રહી આ મેચમાં બંગાળની કેપ્ટનશીપ અભિમન્યુ ઈશ્વરન દ્વારા કરવામાં આવી રહી હતી, જેના નેતૃત્વમાં બોલરોએ વ્યૂહાત્મક રીતે બેટ્સમેનોને પોતાની જાળમાં ફસાવ્યા. ફિÂલ્ડંગ પણ ખૂબ જ ચુસ્ત હતી, જેના કારણે જમ્મુ-કાશ્મીરને કોઈ રાહત ન મળી શકી.
જમ્મુ-કાશ્મીર માટે આ દિવસ સંપૂર્ણપણે નિરાશાજનક રહ્યો. તેમનો અગાઉનો સૌથી ઓછો સ્કોર ૭૫ હતો, જે તેમણે ૨૦૧૫માં હરિયાણા સામે બનાવ્યો હતો. પરંતુ આ વખતે તેઓ તે આંકડા પણ નીચે જતા રહ્યા.
આ પ્રદર્શન બાદ મોહમ્મદ શમીની ભારતીય ટીમમાં વાપસીની માગણીઓ વધુ તેજ થઈ ગઈ છે. ઘરેલુ ક્રિકેટમાં સતત વિકેટ લઈને શમી એ સાબિત કરી રહ્યો છે કે તેની ફિટનેસ અને શાર્પનેસ સંપૂર્ણ રીતે યથાવત છે.
વિજય હજારે ટ્રોફીની આ મેચે સ્પષ્ટ કરી દીધું છે કે, જો બંગાળની ફાસ્ટ બોલિંગ આ જ રીતે ચાલુ રહેશે તો તેઓ ટુર્નામેન્ટની સૌથી ખતરનાક ટીમોમાં સામેલ થઈ જશે.
આ મેચમાં શમીએ ૬ ઓવર બોલિંગ કરી અને બે મેઈડન સાથે બે વિકેટ ઝડપી અને માત્ર ૧૪ રન આપ્યા. બીજી તરફ મુકેશ કુમારે ૬ ઓવરમાં ૧૬ રન આપીને ચાર વિકેટ ઝડપી. આકાશદીપે ૮.૪ ઓવરમાં ૩૨ રન આપીને ચાર વિકેટ લીધી અને જમ્મુ-કાશ્મીરની કમર તોડી નાખી.
