Western Times News

Gujarati News

કિર્તિ શેટ્ટીનો ટાઇગર શ્રોફની ફિલ્મમાં સમાવેશ કરાયો

મુંબઈ, કિર્તિ શેટ્ટીને મિલાપ ઝવેરીની ફિલ્મમાં ટાઇગર શ્રોફની સાથે લીડ રોલમાં સાઇન કરનામાં આવી છે. આ એક એક્શન થ્રિલર ફિલ્મ છે, જે ફાઇટિંગ અને એક્શન સીનથી ભરપુર ફિલ્મ છે. કિર્તી આ ફિલ્મમાં પહેલી વખત કોઈ હિન્દી ફિલ્મમાં લીડ રોલમાં જોવા મળશે.

આ અંગેના અહેવાલો અનુસાર ૨૧ જાન્યુઆરીથી મુંબઇમાં ફિલ્મનું શૂટિંગ શરૂ થશે. બે મહિના સુધી આ ફિલ્મ માટે સઘન શૂટ થશે, બધું જ શૂટ મુંબઇમાં જ થવાનું છે અને ટીમ કોઈ બ્રેક વિના એક જ તબક્કામાં ફિલ્મ પુરી કરશે. એવા પણ અહેવાલો છે કે ટાઇગર શ્રોફ રાજ મહેતાની ફિલ્મ પુરી કર્યા પછી આ ફિલ્મ શરી કરશે, જમાં તે લક્ષ્ય સાથે કામ કરી રહ્યો છે.

આ પણ એક એક્શન ફિલ્મ છે.આ અગાઉ કિર્તિ શેટ્ટી રિતિક રોશનની સુપર ૩૦માં એક નાના રોલમાં ચાઇલ્ડ એક્ટર તરીકે જોવા મળશે. અગાઉ પીટીઆઇને એક ઇન્ટરવ્યુમાં કિર્તિએ કહ્યું હતું કે તેનો જન્મ અને ઉછેર મુંબઇમાં જ થયો છે, તેથી તેના માટે હિન્દીમાં કામ કરવું બિલકુલ મુશ્કેલ નથી. તેને સાઉથની ફિલ્મમાં કામ વધારે મળ્યું છે પણ તેના માટે હિન્દીમાં વાત કરવું એ સહજ બાબત છે. તેને હિન્દીમાં કામ કરવામાં વધુ મજા આવે છે.

મલયાલમ ફિલ્મોમાં કામ કરવાના પોતાના અનુભવ વિશે કિર્તિએ જણાવ્યું હતું, “એક કલાકાર તરીકે મારું હંમેશા એક જ સપનું રહ્યું છે, હું સહજ, વિશ્વાસપાત્ર અને બારીકી સાથે કામ કરું.” તેણે ઉપ્પેનાસ શ્યામ સિંઘા રોય, મનામેય, એઆરએમ, લવ ઇન્શ્યોરન્સ કંપની અને વા વથિયાર, જિની જેવી સાઉથની ફિલ્મોમાં કામ કર્યું છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.