ઇક્કિસમાં ધર્મેન્દ્રના યુવાન પાત્રને બોબી દેઓલે અવાજ આપ્યો
મુંબઈ, ધર્મેન્દ્રની અંતિમ ફિલ્મ ઇક્કિસ ૧ જાન્યુઆરીએ રિલીઝ થઈ રહી છે, ત્યારે એક મહત્વની અને ધર્મેન્દ્રના ફૅન્સને ભાવુક કરનારી એક બાબત સામે આવી છે. બોબી દેઓલે આ ફિલ્મમાં ધર્મેન્દ્રના યુવાન રોલ માટે પોતાનો અવાજ આપ્યો છે. આ ડિરેક્ટર દ્વારા લેવાયેલો એક સર્જનાત્મક નિર્ણય હતો, જેનાથી ફિલ્મમાં વધુ વિશ્વસનીયતા ઉમેરાઈ છે. સાથે જ ઇક્કિસમાં પડદા પર અને પડદા પાછળની દુનિયાને જોડી દેવામાં આવી છે.
તેના માટે ફિલ્મની અંતિમ ક્રેડિટમાં બોબી દેઓલનો ખાસ આભાર માનવામાં આવ્યો છે. ઇક્કિસ ફિલ્મને ખાસ સ્ક્રિનીંગ અને પ્રીમિયરમાં જોઈ ચુકેલા લોકોના પ્રથમ પ્રતિભાવ પણ બહાર આવવલા લાગ્યા છે. જેમાંથી મોટાભાગના લોકો માટે આ ફિલ્મ હકારાત્મક અને ભાવુક કરનારી રહી છે.
વિવેચકોએ પણ આ ફિલ્મમાં ભાવનાત્મક ઉંડાણ, ગંભીરત અને મજુબત વાર્તાના વખાણ કર્યા છે. શ્રીરામ રાઘવને ડિરેક્ટ કરેલી અને દિનેશ વિજાનના મેડોક્સ ફિલ્મ્સ દ્વારા પ્રોડ્યુસ થયેલી આ ફિલ્મ ઇક્કિસ આજે રિલીઝ થઈ રહી છે, ત્યારે બોલિવૂડના નવા વર્ષની શરૂઆત હિંમત, વારસા અને હ્રદયથી અપાયેલી શ્રદ્ધાંજલિ સાથે થશે.
દેશના સૌથી નાની ઉંમરના પરમવીર ચક્ર પ્રાપ્ત કરનાર અને ૨૧ વર્ષે શહીદી વહોરનાર સેકન્ડ લેફ્ટનન્ટ અરુણ ખેતરપાલના જીવન પર આધારીત આ ફિલ્મમાં ૧૯૭૧ના ભારત પાકિસ્તાન યુદ્ધની વાત કરવામાં આવી છે. અગત્સ્ય નંદા આ રોલ કરે છે અને ધર્મેન્દ્ર તેના પિતાના રોલમાં છે, આ ફિલ્મમાં જયદીપ આહલાવત અને સિમર ભાટીયા પણ મહત્વના રોલમા છે.SS1MS
