ડોન ૩માં રણવીર સિંહને રિતિક રોશન રીપ્લેસ કરશે
મુંબઈ, ફરહાન અખ્તરની ડોન ૩ રણવીર સિંહે અચાનક છોડી દીધી છે, તેની થોડાં દિવસોથી ચર્ચા ચાલે છે. જોકે, આ અંગે રણવીરની ટીમ કે ડોન ૩ના મેકર્સ તરફથી હજુ સુધી કોઈ જ કન્ફર્મેશન મળ્યું નથી. થોડાં દિવસથી એવા અહેવાલો હતા કે રણવીર સિંહે અનિશ્ચિત સમય માટે ફિલ્મને પડતી મુકી છે. ત્યારે હવે એવા અહેવાલો છે કે મેકર્સ રણવીરના સ્થાને રિતિક રોશનને લેવા વિચારે છે. રિતિકને તેઓ આ ફ્રેન્ચાઇઝીનો નવો ચહેરો બનાવવા માગે છે.
સુત્રો દ્વારા મળતી માહિતી અનુસાર રણવીરે આ ફિલ્મ છોડ્યા પછી રિતિક આ ફિલમનો પ્રબળ દાવેદાર મનાય છે. જોકે, હજુ આ ચર્ચાઓ ઘણી પ્રાથમિક તબક્કામાં છે, રિતિક આ ફિલ્મ કરશે કે નહીં તે હજુ નક્કી નથી.રણવીર કે રિતિક કોઈ અંગે કોઈ જ કન્ફર્મેશન છે નહીં, પરંતુ અમિતાભ બચ્ચન અને શાહરુખ ખાન જે ગેંગ્સ્ટરનો રોલ કરી ચુક્યા છે, તેમાં રિતિકને જોવો એ ચોક્કકસ રસપ્રદ બાબત છે.
એક ન્ય રસપ્રદ વાત એ પણ છે કે શાહરુખની ડોન ૨માં રિતિક રોશને એક મહત્વના સીનમાં કેમિયો કરેલો, જેમાં શાહરુખનું પાત્ર પોતાને રિતિક રોશન ગણાવે છે. પહેલી ડોન ૧૯૭૮માં બની હતી, જેમાં અમિતાભ બચ્ચનનો અભિનય આજે પણ આઇકોનિક ગણાય છે, આ ફિલ્મ સલીમ- જાવેદની જાણીતી લેખક જોડીએ લખી હતી, આ ફિલ્મને જોરદાર સફળતા મળી હતી.
વિવિધ ભાષાઓમાં તેની રીમેક પણ બની હતી. તેના વર્ષાે પછી ફરહાન અખ્તરે આ ફિલ્મને નવું સ્વરૂપ આપ્યું અને ૨૦૦૬માં તેણે શાહરુખ ખાન સાથે આ ફિલ્મ બનાવી. તેના પછી ૨૦૧૧માં તેમણે ફરી ડોન ૨ પણ બનાવી હતી.
તેના થોડાં વર્ષાે પછી ફરહાને રણવીર સિંહ સાથે ડોન ૩ની જાહેરાત કરી હતી. પરંતુ હવે ધુરંધરની સફળતા પછી રણવીર ફરી એક વખત ગેંગ્સ્ટર બનવા માગતો નથી અને તેણે ડિરેક્ટર જય મહેતાની પ્રલયને પ્રાથમિકતા આપીને તેનું કામ શરૂ કરી દીધું. જે એક ઝોમ્બી થ્રિલર ફિલ્મ છે, જેમાં મનુષ્ય પોતાના પરિવારને ઝોમ્બીથી બચાવવા માટે કઈ હદ સુધી જઈ શકે, તેની વાત કરવામાં આવી છે. બીજી તરફ રિતિક રોશન ક્રિશ ૪ ડિરેક્ટ પણ કરી રહ્યો છે અને તે આ ફિલ્મમાં લીડ રોલમાં પણ છે. સાથે જ તેણે હોમબેલ ફિલ્મ્સ સાથે પણ એક ફિલ્મની જાહેરાત કરી છે. તો હવે ડોન ૩ કોણ બને છે, તે મેકર્સ જ કહી શકશે.SS1MS
