ધુરંધરના શો ઓછા કરીને ઇક્કિસ માટે જગ્યા કરાશે
મુંબઈ, રણવીર સિંહની ફિલ્મ ધુરંધર બોક્સ ઓફિસ પર તેજ ગતિએ આગળ વધી રહી છે, ફિલ્મ ધીમી પડવાનું નામ લેતી નથી. સાથે જ ફિલ્મની કમાણી પણ દિવસેને દિવસે વધી રહી છે. તેના પછી રિલીઝ થયેલી ‘કિસ કિસ કો પ્યાર કરું ૨’ અને ‘તું મેરી મેં તેરા મેં તેરા તું મેરી’ જેવી ફિલ્મોને પણ નુકસાની ભોગવવી પડી છે. ધુરંધરના મુદ્દે ફિલ્મના એક્ઝિબિટર્સ અને ડિસ્ટ્રીબ્યુટર્સ વચ્ચે અસમહતિઓ અને ઘર્ષણો ચાલી જ રહ્યા હતા.
હવે ધર્મેન્દ્રની અંતિમ ફિલ્મ અને અગત્સ્ય નંદાની ડેબ્યુ ફિલ્મ ઇક્કિસ ૧ જાન્યુઆરીએ રિલીઝ થઈ રહી છે. એક્ઝિબિટર્સ સાથે સંકળાયેલા એક સુત્રના જણાવ્યા અનુસાર, “ઇક્કિસ જિઓ સ્ટુડિયોઝ દ્વારા ડિસ્ટ્રીબ્યુટ કરવામાં આવી છે, ધુરંધરના પ્રોડ્યુસર પણ એ જ છે. તેથી હવે ધુરંધરે પહેલાં જ સારી કમાણી કરી દીધી છે અને તેના શો ઘટાડવા માટે ઇક્કિસની ટીમને કોઈ ચિંતા કરવાની જરૂર નથી. ધુરંધર હવે પાંચમા અઠવાડિયામાં પ્રવેશ કરવા જઈ રહી છે.
તેથી જિયો સ્ટુડિયોઝે તેમને ઇક્કિસ માટે ૩૦થી ૪૦ ટકા શો ઘટાડવાની વાત કરી છે.”સુત્રએ આગળ જણાવ્યું, “બે સ્ક્રીનના થિએટરમાં તેમણે ૪ શોની માગણી કરી છે. જ્યારે ત્રણ સ્ક્રીનના સિનેમામાં ૬ શો, ૪ સ્ક્રીનના મલ્ટિપ્લેક્સમાં ૮ શોની માગણી કરી છે.
જ્યારે ૫ સ્ક્રીન ધરાવતા મલ્ટીપ્લેક્સમાં ૧૦થી વધુ શોની માગ કરી છે. આટલું જ નહીં, તેમણે ૨ અને ૩ સ્ક્રીનના સિનેમામાં એક્ઝિબિટર્સને ઇક્કિસને વહેલી સવારના શો ન ગોઠવવા કહ્યું છે. કારણ કે આ એક એવી ફિલ્મ છે, જે જોવા માટે વહેલી સવારો બહુ લોકો આવે એવી શક્યતા ઓછી છે અને ધીરે ધીરે વર્ડ ઓફ માઉથથી જ તેનો પ્રચાર વધશે.”સુત્રએ આગળ એવું પણ કહ્યું કે, “થિએટરને એવી પણ સુચના આપી છે કે વીકેન્ડમાં પણ સામાન્ય ભાવમાં જ ટિકિટ વેચવામાં આવે.
તેથી ઇક્કિસની ટિકિટ વ્યાજબી દરે ઉપલબ્ધ થઈ શકે.”જ્યારે એક ટ્રેડ એક્સપર્ટ જણાવે છે, “મુંબઇ જેવા શહેરમાં ઇક્કિસના શો તું મેરી મેં તેરા મેં તેરા તું મેરી કરતાં વધારે છે, જોકે આ રોમકોમ એક વોર ફિલ્મ કરતાં વધુ લોકોને સ્પર્ષી શકે એવી છે.
જોકે, નાના શહેરોમાં જ્યાં આ ફિલ્મ લોકોને આકર્ષી શકે તેમ છે, ત્યાં આ ફિલ્મને પુરતા શો મળ્યા છે. ગયા અઠવાડિયા સુધી આ બધા સિનેમામાં ધુરંધરના શો જ ચાલતા હતા.”મહારાષ્ટ્રમાં કેટલાંક સિંગલ સ્ક્રીન થિએટરમાં ધુરંધરના બે શો અને ઇક્કિસના બે શો અને એક શો મરાઠી ફિલ્મને ફાળવાયો છે.
જોકે, ડિસ્ટ્રીબ્યુટર્સે ઇક્કિસની રિલીઝને મર્યાદિત રાખી હોવાથી કેટલાક નાના શહેરોમાં ઇક્કિસના શો જોવા મળશે નહીં. જ્યારે કેટલાક થિએટરમાં હજુ પણ ધુરંધર જ ચલાવાશે.સેન્સર બોર્ડે ઇક્કિસમાં કેટલાક સુધારા અને કેટલાંક કટ સુચવ્યા છે. જેમાં શરૂઆતમાં અરુણ ખેતરપાલની પૂના હોર્સ રેજિમેન્ટ, કર્નલ હનુથ સિંઘ અને ટેંક ક્‰ની નોંધ લેવા જણાવાયું છે, તેનો વોઇસઓવર પણ ઉમેરવાનો થશે.
સાથે જ અરુણ ખેતરપાલના ટેંક ક્‰ અને શહિદોના ફોટો પણ ઉમેરવાના થશે.જ્યારે એન્ડના ક્રેડિટમાં પણ ટેક્સ્ટ અને વોઇસઓવર ઉમેરવા કહેવાયું છે, જેમાં ડિફેન્સ એક્સપર્ટના મતે અરુણ ખેતરપાલની તસવીર ઉમેરવા કહેવાયું છે. આ ફિલ્મના પ્રકારના કારણે મેકર્સે સેન્સર બોર્ડમાં ખેતરપાલ પરિવારનો મંજુરી પત્ર પણ ઉમેર્યાે છે. દરેક વાસ્તવિક ઘટનાઓના યોગ્ય દસ્તાવેજો પણ રજુ કર્યા છે. આ ફિલ્મમાં સેન્સરે બીજા ભાગમાં કેટલાક કટ સુચવ્યા છે.SS1MS
