Western Times News

Gujarati News

ICICI બેંકે કેપિટલ ગેઇન્સ એકાઉન્ટ સ્કીમ રજૂ કરી

·         ગ્રાહકો કરવેરા છૂટછાટનો દાવો કરવા અને વ્યાજ મેળવવા માટે લોંગ ટર્મ કેપિટલ ગેઇન અથવા વેચાણમાંથી મળેલી રકમ ડિપોઝીટ કરાવી શકે છે

મુંબઈ – ICICI બેંકે કેપિટલ ગેઇન્સ અકાઉન્ટ સ્કીમ (સીજીએએસ) લોન્ચ કરી હતી જેના પગલે ગ્રાહકો ચોક્કસ કેપિટલ એસેટ્સ*ના વેચાણમાંથી મળેલી વેચાણની રકમ અથવા રોકાણ ન કરાયેલા લોંગ ટર્મ કેપિટલ ગેઇનને ડિપોઝીટ કરાવી શકશે. આ સુવિધાથી તેઓ ડિપોઝીટ કરાવેલા ફંડ પર વ્યાજ મેળવવા* ઉપરાંત ત્રણ વર્ષ સુધી કરવેરા છૂટછાટ મેળવી શકશે. ICICI Bank launches Capital Gains Account Scheme

સીજીએએસ ડિપોઝીટ્સનું સંચાલન કરવા માટે સરકાર દ્વારા આઈસીઆઈસીઆઈ બેંકને અધિકૃત સંસ્થા તરીકે મંજૂરી આપ્યા બાદ આ લોન્ચિંગ કરવામાં આવ્યું છે.

1 જાન્યુઆરી, 2026 થી શરૂ થતી આ સ્કીમ નિવાસી વ્યક્તિઓ અને હિન્દુ અવિભાજિત પરિવારો (એચયુએફ) માટે ઉપલબ્ધ છે. તે ટૂંક સમયમાં નોન-ઇન્ડિવિડ્યુઅલ્સ અને એનઆરઆઈ માટે પણ ઉપલબ્ધ થશે. તે એવા કરદાતાઓને લાભ આપે છે જેઓ આવકવેરા રિટર્ન (આઈટીઆર) ફાઇલ કરવાની અંતિમ તારીખ પહેલાં લોંગ ટર્મ કેપિટલ ગેઇન્સનું ફરીથી રોકાણ કરવામાં અસમર્થ છે. ગ્રાહકો તેમની નજીકની આઈસીઆઈસીઆઈ બેંક શાખા (સીજીએએસ નિયમો અનુસાર ગ્રામીણ સ્થળો સિવાય) ની મુલાકાત લઈને કેપિટલ ગેઇન્સ અકાઉન્ટ ખોલી શકે છે.

આઈસીઆઈસીઆઈ બેંકના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, “સીજીએએસ ડિપોઝીટ્સ માટે આઈસીઆઈસીઆઈ બેંકને અધિકૃત સંસ્થા તરીકે માન્યતા આપવા બદલ અમે ભારત સરકારનો આભાર માનીએ છીએ. આ સ્કીમ દ્વારા, ગ્રાહકો ત્રણ વર્ષ સુધી પુનઃરોકાણનું આયોજન કરતી વખતે રોકાણ ન કરેલા લોંગ ટર્મ કેપિટલ ગેઇનનું રોકાણ કરી શકે છે, વ્યાજ મેળવી શકે છે અને કર મુક્તિનો દાવો કરી શકે છે. આ ઓફર ગ્રાહકોની બદલાતી જરૂરિયાતોને પૂર્ણ કરતા નાણાંકીય સોલ્યુશન્સ પૂરા પાડવાની અમારી પ્રતિબદ્ધતાને મજબૂત બનાવે છે.”

સીજીએએસની મુખ્ય ખાસિયતો અને લાભોઃ

·         ટાઇપ એ (સેવિંગ્સ અકાઉન્ટ) – મંજૂર થયેલા પુનઃરોકાણ ઉદ્દેશ્યો સાથે જોડાયેલા ફ્લેક્સીબલ વિડ્રોઅલ્સ

·         ટાઇપ બી (ટર્મ ડિપોઝીટ અકાઉન્ટ) – ચોક્કસ મુદતની ડિપોઝીટ્સ માટે ક્યુમ્યુલેટિવ અથવા નોન-ક્યુમ્યુલેટિવ ફોર્મેટ્સ

·         કરવેરા છૂટછાટ – સંબંધિત આવક વેરાની કલમો હેઠળ લોંગ ટર્મ કેપિટલ ગેઇન પર કરવેરા છૂટછાટ મેળવવા માટે આવકવેરા રિટર્નની છેલ્લી તારીખ પહેલા વેચાણની રકમ અથવા રોકાણ ન કરેલા કેપિટલ ગેઇન ડિપોઝીટ કરો

·         ફંડનું કામચલાઉ રોકાણ – કરવેરાની પાત્રતા ગુમાવ્યા વિના પુનઃરોકાણના આયોજન માટે ત્રણ વર્ષ સુધીનો સમય

·         મેળવેલું વ્યાજ – નિયમિત સેવિંગ્સ અકાઉન્ટ અથવા ફિક્સ્ડ ડિપોઝીટ્સના જેટલું જ

·         ફ્લેક્સીબલ રિઇન્વેસ્ટમેન્ટ – મળનારી રકમ પસંદ કરાયેલા સીજીએએસના આધારે પ્રોપર્ટી, ખેતીની જમીન કે બિન-શહેરી વિસ્તારો કે સ્પેશિયલ ઇકોનોમિક ઝોનમાં ઔદ્યોગિક ઉપક્રમની નવી મૂડી સંપત્તિમાં રોકાણ કરી શકાય છે, વેચાણ પછી મળનારી રકમના ઉપાડ માટે ફંડના ઉપયોગ થયાનો પુરાવો જરૂરી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.