Western Times News

Gujarati News

લગ્ન નોંધણીના નિયમ મુદે સરકારે વધુ એક મુદત પાડી

(એજન્સી)ગાંધીનગર, ભાગીને લગ્ન કરતા યુગલોની લગ્ન નોધણી મુદે હજુ સરકારમાં ચર્ચા-વિચારણા ચાલી રહી હોવાનું પ્રવકતા મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું છે. જો કે આ ખુબ મોટો નિર્ણય છે અને મોટા વર્ગને અસર કરતો હોવાથી તમામ પસાર ચકાસીને આગામી સમયમાં નિર્ણય લઈ તેને જાહેર કરશે તેમ પ્રવકતા મંત્રીજીતુ વાઘાણીએ જણાવ્યું હતું.

ભાગીને લગ્ન કરતા યુગલો માટે પ્રાથમીક સ્તરે નિયમો તૈયાર છે. પરંતુ સરકાર હજુ તે મુદે નકકર નિર્ણય લેતા પહેલા કાયદાકીય રીતે તેને પડકારી ન શકાય તે રીતે આગળ વધવા માગતી હોવાનું બહાર આવ્યું હોવાનું સુત્રોને જણાવ્યું છે.

પ્રવકતા મંત્રી જીતુ વાઘાણીએ કહયું હતુંં કે નાયબ મુખ્યમંત્રી અને કાયદા વિભાગના મંત્રી હર્ષ સંઘવી તેમજ રાજય કક્ષાના કાયદા વિભાગના મંત્રી કૌશીક વેકરીયા વચ્ચે આ મામલે મીટીગ ચાલી રહી છે. ભાગેડુ લગ્ન સંદર્ભે પ્રતીનીધી મંડળોના પણ મંતવ્ય પણ મળ્યા છે.

બીજી તરફ સરકારની આર્થિક હાલત ખરાબ હોવાથી પોલીસ દળનો પગાર નવા વર્ષના પ્રારંભે જ મોડો થશે તેવા કોગ્રેસના દાવા અંગે કરાયેલા સવાલનો જવાબ આપતા તેમણે જણાવ્યું હતુંકે, આ મુદો સરકાર ધ્યાને લઈ યોગ્ય નિર્ણય કરશે. કોગ્રેસના શાસનના સમય કરતા ભાજપ સરકારને આર્થિક સ્થિતી સધ્ધર હોવાનું પણ તેમણે કહયુંહતું.

તાજેતરમાં રાજયન કેટલાક જીલ્લામાં સગીરાઓએ ગર્ભ ધારણ કર્યો છે. તે બાબતે સરકારે તપાસ કરાવી કે નહી તેવા સવાલનો જવાબ આપતા મંત્રી વાઘાણીએ સમગ્ર મામલે સામાજીક જાગૃતિની જરૂર હોવાનું કહયું હતું. સરકાર આ મામલે કડક વલણ અપનાવવો તેમ પણ જણાવ્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.