Western Times News

Gujarati News

ખેડબ્રહ્મા કોલેજના એન.એસ.એસ વિભાગ દ્વારા વાર્ષિક શિબિર યોજાઈ

(તસ્વીરઃ હસમુખ પંચાલ, ખેડબ્રહ્મા) અરવલ્લી વિદ્યાભવન ટ્રસ્ટ સંચાલિત ડી. ડી. ઠાકર આટ્‌ર્સ એન્ડ કે. જે. પટેલ કોમર્સ કોલેજ ખેડબ્રહ્મા અને રાધીવાડ ગામના સંયુક્ત ઉપક્રમે ‘ગ્રામોત્થાન અને જનજાગૃતિ’ વાર્ષિક શિબિર તા.૨૩/૧૨/૨૦૨૫ થી તા. ૨૯/૧૨/૨૦૨૫ સાત દિવસ દરમ્યાન યોજાઈ હતી.

આ વાર્ષિક શિબિરના ઉદઘાટન સમારોહમાં અરવલ્લી વિદ્યાભવન ટ્રસ્ટના કાર્યાધ્યક્ષ શ્રી જશુભાઈ પટેલ, તાલુકા શિક્ષણ અધિકારી શ્રી દિપકભાઈ પટેલ, મંત્રીશ્રી હરિહર પાઠક, કાયમી દાતાશ્રી શૈલેષભાઈ પટેલ, ઉદ્ઘાટકશ્રી ટીકેન્દ્રસિંહ ચૌહાણ, અતિથિ વિશેષ શ્રી કિર્તિકુમાર જોષી, શ્રીમતી સુશીલાબેન વાળંદ, શ્રી વિઠલભાઈ માધવલાલ પંડ્‌યા, કોલેજના આચાર્ય ડૉ. વી. સી. નિનામા, દૂધ મંડળીના ચેરમેન શ્રી દોત્રા હમરાજસિંહ, સરપંચ શ્રીમતી જયશ્રીબેન વાળંદ, પ્રાથમિક શાળાના આચાર્ય શ્રી મહેન્દ્રસિંહ ચારણ, નરેન્દ્રસિંહ ચૌહાણ, વિજયસિંહ રહેવર ઉપસ્થિત રહ્યા હતા.

શિબિરમાં પ્રભાત ફેરી, સ્વચ્છતા, વ્યસન મુક્તિ, ગૌ આધારિત પ્રાકૃતિક ખેતી, નેત્ર નિદાન કેમ્પ, ફાયર સેફટી, પ્રાથમિક સારવાર એપોલો, અંધ શ્રધ્ધા નિવારણ, શિક્ષણ, બેટી બચાવો, આરોગ્ય, સાંસ્કૃતિક કાર્યક્રમો, વિવિધ સ્પર્ધાઓ મહેંદી, રંગોળી, કેશ ગુંથન, વાનગી, સ્પોટ્‌ર્સ દોડ સ્પર્ધા વગેરે યોજવામાં આવી હતી. સમાપન સમારોહમાં સમારંભ અધ્યક્ષ અરવલ્લી વિદ્યાભવન ટ્રસ્ટના મેનેજીગ ટ્રસ્ટી શ્રી જેઠાભાઈ પટેલ, મુખ્ય મહેમાન શ્રી એન. ડી, પટેલ,

અતિથિ વિશેષ શ્રી જગદીશભાઈ પટેલ, શ્રી મહોબતસિંહ રહેવર, કોલેજના આચાર્ય ડૉ. વી. સી. નિનામા તેમજ શિબિરના આયોજનમાં અર્થશાસ્ત્ર વિભાગાધ્યક્ષ ડૉ. રોહિત દેસાઈ, ડૉ. હરપાલસિંહ ચૌહાણનો પણ સહયોગ રહ્યો હતો. સહયોગી સંસ્થાઓમાં રાધીવાડ ગ્રામ પંચાયત, ધી રાધીવાડ દૂધ મંડળી, મહાકાળી યુવક વિકાસ સમિતિ, મહારાણા પ્રતાપ યુવક સંગઠન, અંબિકા યુવક વિકાસ સમિતિ તેમજ દાતાશ્રીઓ બ્રિજરાજસિંહ ચૌહાણ, સુશીલાબેન વાળંદ,

મહોબતસિંહ રહેવર, મુકતા માધવ પરિવારનો પણ સહયોગ રહ્યો હતો. કોલેજનો શૈક્ષણિક તેમજ બિન શૈક્ષણિક સ્ટાફ, ગામના વડીલો, પ્રાથમિક શાળાના શિક્ષકો, વિદ્યાર્થીઓ, એન.એસ.એસ.ના સ્વયં સેવકો ઉપસ્થિત રહ્યા હતા. વિવિધ સ્પર્ધાઓમાં પ્રથમ, દ્વિતીય, તૃતીય ક્રમે વિજેતાઓને કોલેજ દ્વારા ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું.

શિબિરનું સમાપન સંચાલન ડૉ. દિનેશભાઈ કિશોરી અને આભાર પ્રદર્શન અને અહેવાલ વાંચન પ્રોગ્રામ ઓફિસર ડૉ. શક્તિસિંહ સોલંકી દ્વારા કરવામાં આવ્યું હતું. સ્પર્ધાઓના નિર્ણાયકોમાં ડૉ. રક્ષિતાબેન રાઠોડ, ડૉ. ભરતકુમાર બરંડા, ડૉ. જમનાબેન ગામેતી ઉપસ્થિત રહી શિબિરને સફળ બનાવી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.