કોર્ટોમાં પેપર અને ફોન્ટનો અમલ પરીચય કેળવતા વકીલો, ટાઈપીસ્ટો અને પક્ષકારોને થોડો સમય લાગે તેમ છે
તમામ અદાલતોમાં એ-૪ સાઈઝના પેપર અને ફોન્ટનો અમલ મોકૂફ રાખવા માંગણી
(એજન્સી)અમમદાવાદ, ૧ લી જાન્યુઆરી ર૦ર૬થી રાજયની તમામ જીલ્લા અદાલતો કોર્ટોમાં તમામ પ્રકારની પિટીશન અપીલ એફીડેવીટ એપ્લીકેશન, ઓર્ડર જજમેન્ટ વગેરે એ-૪ સાઈઝના પેપેર પર જ દાખલ કરવાના નિર્ણયનો અમલ કરવાનો છે ત્યારે ગુજરાત બાર કાઉન્સીલ તરફથી હાઈકોર્ટના ચીફ જસ્ટીસને આ મામલે રજુઆત કરી પ્રક્રિયાથી વાકેફ થવા થોડો સમય આપવા અને ત્યા સુધી અમલ મોકુફ રાખવા માગણી કરાઈ છે.
ગુજરાત બાર કાઉન્સીલના ચેરમેન અને ફાઈનાન્સના કમીટીમાં ચેરમેને જણાવ્યું હતુંકે, ગુજરાત હાઈકોર્ટે તાજેતરમાં જે એક પરીપત્ર જારી કરી રાજયની તમામ જીલ્લા અદાલતો કોર્ટોમાં તમામ પ્રકારની પીટીશન અપીલ એફેડીવીટ એપ્લીકેશન ઓર્ડર જજમેન્ટ વગેરે એ -૪ સાઈઝના પેપર પર જ અને ચોકકસ પ્રકારના ગુજરાતી ફોન્ટ માત્ર યુનીકોડ જ અને ઈગ્લીશ ફોન્ટ અને ચોકકસ સ્પેસ લાઈનીગ અને માર્જીન સહીતની બાબતોને લઈ નવા નિયમો તા.૧-૧-ર૦ર૬થી અમલી બનાવવાની કડક તાકીદ કરી છે.
બીજી બાજુ રાજયના વકીલો, ટાઈપીસ્ટો, સ્ટેનોગ્રાફર્સ અને પક્ષકારોમાં ગુજરાતી અને ઈગ્લીશ ફ્રોન્ટ સહીતના નિયમોને લઈ આટલી પરીચીતતા નહી હોવાથી દ્રિઘાભારી પરીસ્થિતી ઉભી થઈ છે.
આ સંજોગોમાં બાર કાઉન્સીલ તરફથી હાઈકોર્ટના ચીફ જસ્ટીસ સુનીતા અગ્રવાલને રજુઆત કરાઈ છે કે ગુજરાતી ફ્રોન્ટ સહીતની બાબતોને લઈ નવા નિયમો અંગેની સમજ અને પરીચય કેળવતા વકીલો ટાઈપીસ્ટો સ્ટેનોગ્રાફર અને પક્ષકારોને થોડો સમય લાગે તેમ છે.
રાજયના વિવિધ વકીલમંડળો અને ટાઈપીસ્ટો સ્ટેનોગ્રાફર્સની મળેલી રજુઆતને પગલે વ્યાપકિતામાં હાલ પુરતી નવા નિયમોની અમલવારી મોકુફ રાખવા વિનંતી કરવામાં આવે છે.
