Western Times News

Gujarati News

ભાડજ રણછોડપુરા રોડ 6 કરોડના ખર્ચે ૧૦ મીટર પહોળો બનાવાશે

પ્રતિકાત્મક

ગાંધીનગર, કલોલ તાલુકાના ભાડજથી રણછોડપુરા જવાના રોડનું રૂ.૬ કરોડના ખર્ચે નવીનીકરણનું કામ શરૂ કરવામાં આવ્યું છે. જિલ્લા પંચાયતની બાંધકામ શાખા દ્વારા રોડના કામો હાથ ધરવામાં આવ્યા છે તેના ભાગરૂપે ભાડજ- રણછોડપુરા તરફનો આ પ કિ.મી. લંબાઈ ધરાવતો માર્ગ નવો બન્યા બાદ વાહન ચાલકોને વધુ સારી સુવિધા ઉપલબ્ધ થશે અને હરેકૃષ્ણ મંદિરે જનારા દર્શનાર્થીઓને પણ સારા રસ્તાથી રાહત મળશે.

કલોલ વિધાનસભાના ધારાસભ્ય લક્ષ્મણજી ઠાકોર (બકાજી)ના હસ્તે બુધવારે ભાડજ- રણછોડપુરા જોઈનિંગ કલોલ-સાણંદ રોડને વિકાસની નવી ઉંચાઈ આપતા પ કિ.મી. લંબાઈના માર્ગને રૂ.૬ કરોડના ખર્ચે ૧૦ મીટર પહોળો બનાવવાના મહત્વપૂર્ણ વિકાસકાયર્નું ખાતમૂહૂર્ત કરવામાં આવ્યું હતું.

ધારાસભ્ય લક્ષ્મણજી દ્વારા વિસ્તારના રોડ- રસ્તાના વિકાસ માટે લેવાતી પહેલના પરિણામે આ માર્ગ પૂર્ણ થતાં વિસ્તારના વાહનવ્યવહારને વધુ સુગમ સુરક્ષિત અને ગતિશીલ બનાવશે તથા ગ્રામ્ય વિકાસને નવી દિશા અને ગતિ મળશે.

આ પ્રસંગે સાંતેજ જિલ્લા પંચાયત સદસ્ય રશ્મિજી ઠાકોર, જિલ્લા પચાયતના પૂર્વ પ્રમુખ રામાજી ઠાકોર, સાંતેજ તાલુકા પંચાયત સીટના સદસ્ય ચેતનજી ઠાકોર, સરપંચ સન્નીભાઈ શાહ, હરે કૃષ્ણ મંદિરના મહંત તથા મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.