Western Times News

Gujarati News

ઇલોન મસ્કની સખાવતઃ ટેસ્લાના રૂ.૯૦૦ કરોડના શેર દાનમાં આપ્યા

વોશિંગ્ટન, વિશ્વના સૌથી ધનિક અબજોપતિ ઇલોન મસ્કે આશરે ૧૦ કરોડ ડોલર (આશરે ૯૦૦ કરોડ)ના ટેસ્લાના આશરે ૨.૧૦ લાખ શેર કેટલીક સખાવતી સંસ્થાને દાનમાં આપ્યાં છે.

જોકે આ સખાવતી સંસ્થાઓના નામ જાહેર કરાયા નથી. ૩૦ ડિસેમ્બર ૨૦૨૫ના રોજ વર્ષાંતના ટેક્સ પ્લાનિંગને ભાગરૂપે મસ્કે આ દાન કર્યું હતું.અમેરિકાની શેરબજારની નિયમનકારી સંસ્થા યુએસ સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ કમિશનને આપેલી નિયમનકારી માહિતીમાં આ અંગેનો ખુલાસો થયો હતો. ટેસ્લાના સીઇઓએ આવું મોટું દાન કર્યું હોય તેવો આ પ્રથમ કિસ્સો નથી.

અગાઉ ૨૦૨૪માં તેમણે ટેસ્લાના આશરે ૧૧.૨ કરોડ ડોલરના શેર સખાવતી કાર્યાે માટે દાન કર્યા હતાં.આ ઉપરાંત ૨૦૨૨માં ટેક બિલિયોનેરે ટેસ્લાના ૧.૯૫ અબજ ડોલરના શેરનું દાન કર્યું હતું. ૨૦૨૧માં મસ્કે આશરે ૫.૭ અબજ ડોલરના શેર તેમની સખાવતી સંસ્થાને દાન આપ્યાં હતાં. આ દાન છતાં બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઇન્ડેક્સ મુજબ ઇં૬૧૯ બિલિયનની સંપત્તિ સાથે મસ્કે વિશ્વના સૌથી ધનિકનું બિરુદ જાળવી રાખ્યું છે.

તેમના પછી ગૂગલના સહ-સ્થાપક લેરી પેજ અને એમેઝોનના સ્થાપક જેફ બેઝોસ બીજા અને ત્રીજા ક્રમે આવે છે. લેરી પેજની સપત્તિ ૨૬૯ અબજ ડોલર અને બેઝોસની સંપત્તિ આશરે ૨૫૪ અબજ ડોલર છે. બીજી એક સંબંધિત હિલચાલમાં ઇલોન મસ્કે તાજેતરમાં કહ્યું હતું કે તેઓ આગામી પાંચ વર્ષ સુધી ટેસ્લાના સીઈઓ બની રહેવાની યોજના ધરાવે છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.