એએમસીનું ગાર્ડન વિભાગ ટેન્ડર વિવાદમાં સંપડાયું
અમદાવાદ, અમદાવાદ મ્યુનિ.નો ગાર્ડન વિભાગ ફરી એક વખત ટેન્ડર વિવાદમાં આવ્યુ છે. રુપિયા ૨૩૫.૭૦ કરોડના ટ્રેકટર,ટ્રોલી અને લેબર સપ્લાયના ટેન્ડરમાં વ્યાપક ગેરરીતી આચરવામા આવી હોવાનો કોન્ટ્રાકટરોએ આક્ષેપ કર્યાે છે.
ચોકકસ એજન્સીઓને ખોટી રીતે કવોલિફાય કરી હોવાની મ્યુનિસિપલ કમિશનર સમક્ષ લેખિત ફરિયાદ કરી નવેસરથી ટેન્ડર કરવા રજૂઆત કરી છે. બગીચા ખાતા દ્વારા રુપિયા ૬૯ કરોડના મંજૂર કરાયેલ ટેન્ડર સામે રુપિયા ૧૩૫ કરોડનો ખર્ચ કરાયો હોવાનો વિવાદ હજુ યથાવત છે.
કોર્પાેરેશનના ગાર્ડન વિભાગ દ્વારા તાજેતરમાં ટ્રેકટર,ટ્રોલી સપ્લાય અને ગાર્ડન લેબર સપ્લાયની એજન્સીઓને એમ -પેનલ કરવા બે જુદા જુદા ટેન્ડર કરાયા હતા.જેમાં ત્રણ વર્ષની મુદત અને બે વર્ષનો વધારો કરી શકાય તેવી જોગવાઈ છે.
ત્રણ વર્ષ માટેના બે ટેન્ડરોની રકમ રુપિયા ૧૪૦.૨૨ કરોડ અને પાંચ વર્ષ માટેના બે ટેન્ડરની રકમ રુપિયા ૨૩૫.૭૦ કરોડ નકકી કરવામા આવી છે.જોકે આ બે ટેન્ડરોની પ્રક્રીયામા ખોટી રીતે ચોકકસ એજન્સીઓને કવોલીફાય કરી જેમાં એક અધિકારીએ મોટો ભ્રષ્ટાચાર કર્યાે હોવાનુ મ્યુનિસિપલ વર્તુળોમાં ચર્ચાઈ રહયુ છે.આ અંગે જુદા જુદા કોન્ટ્રાકટરોએ મ્યુનિસિપલ કમિશનરને પત્ર લખી સમગ્ર ટેન્ડર પ્રક્રીયાની વિજિલન્સ તપાસ કરવા રજૂઆત કરી છે.
ગાર્ડન વિભાગના ડાયરેકટરને પણ લેખિત રજૂઆત કરી ટેન્ડરની જોગવાઈ અને કવોલિફિકેશન ક્રાઈટએરીયા સામે વાંધા રજૂ કરવામા આવ્યા છે.નિલકંઠ લેન્ડ સ્કેપ એસોશિએશન દ્વારા ૨૪ ડિસેમ્બર-૨૫ના રોજ મ્યુનિ.કમિશનર સમક્ષ ટેન્ડર પ્રક્રિયામાં ગેરરીતી આચરાઈ હોવાની રજૂઆત કરાઈ છે. હરેક્રીષ્ણ નર્સરી એન્ડ પ્લાન્ટેશન નામની એજન્સીએ ૩૦ ડિસેમ્બર-૨૫ના રોજ લેખિત રજૂઆત કરી ટેન્ડર પ્રક્રીયાને લઈ સવાલો તંત્રને કર્યા છે.ટ્રેકટર,ટ્રોલી સપ્લાય માટે એજન્સી એમ પેનલ કરવા એક વર્ષના ટેન્ડરની રકમ રુપિયા ૧૬.૭૧ કરોડ છે. ત્રણ વર્ષની મુદત નકકી કરેલી છે.ગાર્ડન વિભાગ ઈચ્છે તો બે વર્ષની મુદત વધારી શકે એમ છે.
આમ ત્રણ વર્ષના ટેન્ડરની રકમ રુપિયા ૪૮.૫૧ કરોડ થાય.બે વર્ષ વધુ મુદત આપવામા આવે તો પાંચ વર્ષના ટેન્ડરની રકમ રુપિયા ૮૦.૮૫ કરોડ થશે.લેબર સપ્લાય માટે એજન્સી એમ પેનલ કરવા એક વર્ષના ટેન્ડરની રકમ રુપિયા ૩૦.૩૯ કરોડ છે.
ત્રણ વર્ષની મુદત નકકી કરેલી છે.જો ગાર્ડન વિભાગ ઈચ્છે તો બે વર્ષની મુદત વધારી શકે છે.આમ ત્રણ વર્ષના ટેન્ડરની રકમ રુપિયા ૯૧.૭૧ કરોડ છે.બે વર્ષ વધુ મુદત આપવામા આવે તો પાંચ વર્ષની કુલ ટેન્ડર રકમ રુપિયા ૧૫૪.૮૫ કરોડ થશે.અલગ અલગ કોન્ટ્રાકટરોએ મ્યુનિ.કમિશનરને કરેલી લેખિત રજૂઆતમાં રુપિયા ૪૮ કે ૯૨ કરોડના ટેન્ડર રાજયની કોઈ સરકારી કચેરીમાં એમ પેનલથી કરવામા નહી આવતા હોવાનુ કહયુ છે.
ખોટી રીતે એજન્સીઓને ટેન્ડરની જોગવાઈ વિરુધ્ધ મંગાવી ના શકાય એવા ડોકયુમેન્ટ પાછળથી મંગાવીને કવોલીફાય કરવામા આવી છે.આ સમગ્ર બાબત મ્યુનિસિપલ કમિશનરના ધ્યાનમા આવતા તેમણે ટેન્ડર અટકાવી દીધા છે.પરંતુ રાજકિય દબાણના કારણે ગેરરીતી આચરનારા ગાર્ડન વિભાગના અધિકારીઓ સામે વિજિલન્સ તપાસ કરવામા આવતી નથી.આ ટેન્ડરો મંજૂર કરાવવા મ્યુનિસિપલ કમિશનર ઉપર રાજકીય દબાણ શરુ કરવામા આવ્યુ છે.SS1MS
