Western Times News

Gujarati News

ટી૨૦ વર્લ્ડ કપમાં પણ કમિન્સના સમાવેશથી તમામ શંકા દૂરઃ કોચ

મેલબોર્ન, પ્રવાસી ઇંગ્લેન્ડ સામેની ચોથી ટેસ્ટ ગુમાવી ચૂકેલો ઓસ્ટ્રેલિયન સુકાની પેટ કમિન્સ આગામી ટી૨૦ ક્રિકેટ વર્લ્ડ કપ માટેની ઓસ્ટ્રેલિયાની ટીમમાં સામેલ થયો છે તેનાથી તેના અંગેની તમામ શંકાઓ દૂર થઈ ગઈ છે.અગાઉ કાંગારું ટીમના કોચ મેકડોનાલ્ડે જાહેર કર્યું હતું કે તે વર્લ્ડ કપમાં રમી શકશે નહીં અને તેને ફિટ થવામાં ઘણો સમય લાગશે. આગામી ટી૨૦ વર્લ્ડ કપ આ વખતે ભારત અને શ્રીલંકામાં યોજાનારો છે.

ફેબ્›આરી-માર્ચમાં આ ઇવેન્ટ યોજાશે. પેટ કમિન્સ હાલમાં રમાઈ રહેલી એશિઝ સિરીઝની માત્ર એક જ ટેસ્ટમાં રમી શક્યો છે. જેમાં તેણે સફળતાપૂર્વક બોલિંગ કરીને ટીમને વિજય અપાવ્યો હતો. હાલમાં કાંગારું ટીમ ૩-૧થી આગળ છે.જોકે પેટ કમિન્સ ટેસ્ટ અને વન-ડેમાં રમી રહ્યો છે પરંતુ એશિઝની બાકીની ટેસ્ટમાં તે રમી શકે તેમ નથી તો ટી૨૦ વર્લ્ડ કપ અંગે પણ અનિશ્ચિતતા પ્રવર્તી રહી હતી પરંતુ ગુરુવારે જાહેર કરાયેલી ઓસ્ટ્રેલિયન ટીમમાં તેને સામેલ કરવામાં આવ્યો હતો.

જોકે કમિન્સ ટીમનું નેતૃત્વ સંભાળશે નહીં કેમ કે ઓલરાઉન્ડર મિચેલ માર્શ ઓસ્ટ્રેલિયાનો ટી૨૦ કેપ્ટન છે. અગાઉ ઓસ્ટ્રેલિયન ટીમના ચીફ કોચ એર્ન્ડ્યુ મેકડોનાલ્ડે જણાવ્યું હતું કે વર્લ્ડ કપ અંગે હું આતુર છું પરંતુ કમિન્સ પરત ફરશે કે નહીં તે અંગે કહી શકાય તેમ નથી. આ અંગે હું કાંઈ કહી શકું તેમ નથી.

હાલ પૂરતું તો શક્યતા ધુંધળી છે પરંતુ તેમ છતાં અમે આશાવાદી છીએ.જુલાઈ મહિનામાં ઓસ્ટ્રેલિયન ટીમે વેસ્ટ ઇન્ડિઝનો પ્રવાસ કર્યાે તે સમયથી પેટ કમિન્સ ઘાયલ છે.

ત્યાર બાદ તે રિહેબ માટે ચાલ્યો ગયો હતો અને તેને એશિઝ સિરીઝની એડિલેડ ટેસ્ટ માટેની ટીમમાં સ્થાન આપતાં અગાઉ સાવચેતી દાખવવામાં આવી હતી. મેકડોનાલ્ડે જણાવ્યું હતું કે તે સારી રીતે બોલિંગ કરી રહ્યો છે પરંતુ એશિઝની બાકીની બે ટેસ્ટમાં તે રમવાનો નથી. અમે એવી પણ ચર્ચા કરી હતી કે તેના પુનરાગમનમાં લાંબો સમય લાગશે.SSMS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.