Western Times News

Gujarati News

પીઆરથી મેગેઝીન કવર પર ચમકવાને બદલે હું મારું સ્થાન કમાવામાં માનું છું: ઝહાન કપૂર

મુંબઈ, જાન્યુઆરી ૨૦૨૫માં એક સીરિઝ આવી, ‘બ્લોક વોરન્ટ’ અને કોઈને ધ્યાનમાં પણ નહોતો એવો કપૂર પરિવારનો એક કલાકાર, ઝહાન કપૂર છવાઈ ગયો. ભારતમાં જ નહીં પણ આંતરરાષ્ટ્રિય સ્તરે આ સિરીઝની ચર્ચા હતી.

ત્યાર પછી ઝહાન કપૂર કોઈ ફિલ્મ કે સિરીઝમાં દેખાયો નથી. ત્યારે એક ઇન્ટરવ્યુમાં ઝહાને ઇન્ડસ્ટ્રીમાં થઈ રહેલી પીઆરની અતિશ્યોક્તિ વિશે વાત કરી છે. તેણે જણાવ્યું, “બ્લેક વોરન્ટ એક એવી ગિફ્ટ છે, જે મને હજુ પણ આપ્યા જ કરે છે. તેનાથી જે આંતરરાષ્ટ્રિય સ્તરે નોંધ લેવાઈ છે, તે ખરેખર વિનમ્ર અને ભાવુક કરી દે એવી છે. તમે આવી બાબતોની કોઈ રાહ જોઈને નથી બેસતા, આ તો સરપ્રાઇઝ છે. જ્યારે લોકો મને કહે તે આ સિરીઝે તેમના પર કેટલી અસર કરી એ મારા માટે હંમેશા સરપ્રાઇઝ હોય છે.

મને ખબર નથી ભવિષ્યમાં શું થવાનું છે.”હવે ઝહાનની આ સિરીઝની બીજી સીઝન આવી રહી છે, ત્યારે તેણે ઝહાને પીઆર વિશે વાત કરી છે. ઇસ્ડસ્ટ્રીમાં કોઇને એક સારો રોલ મળે તો લોકો સખત પીઆર પાછળ લાગી જાય છે, આ અંગે ઝહાને કહ્યું, “એવી કેટલાક રસપ્રદ કામ છે, મને આશા છે કે, તેમાં કશુંક આગળ વધશે પણ હજુ બધું ધીરે ધીરે ચાલે છે. હકિકત એ છે કે લોકોને તમારું કામ ગમે તો પણ તેની પાછળ ઘણા બીજા કારણો હોય છે.

ઘણા લોકો એવું કહેતાં હોય કે એ સિરીઝ વર્ષની શ્રેષ્ઠ સિરીઝ હતી તો પણ બધું પૂરું કરવું અઘરું હતું. મારે પણ વ્યસ્ત રહેવું છે, મને જે લોકોમાં વિશ્વાસ છે એવા લોકો સાથે મારે કામ કરવું છે પરંતુ મે બ્લેક વોરન્ટ પછી કશું જ સાઇન કર્યું નથી.”આગળ ઝહાને કહ્યું, “એવા ઘણા લોકો હોય છે, જેઓ ફિલ્મની જાહેરાત તો કરે છે પણ તેમની ફિલ્મમાં કશું આગળ વધતું નથી. આવા લોકોને માત્ર ચર્ચામાં રહેવા માટે પ્રચારની જ ભુખ હોય છે.

તેથી મને કોઈની પાછળ પડવું ગમતું નથી. હું એવા લોકો અને વાર્તાઓનો પીછો કરું છું અને એવા લોકો પર વિશ્વાસ મુકું છું જે લોકો મને જવાબ આપે છે, સપર્ક તોડતા નથી, ઇમાનદારાથી વાર્તા પર કામ કરવા માગે છે, તો મને કામ પણ મળશે, મારું મહત્વ પણ જળવાઈ રહેશે અને હું લોકોની નજરમાં પણ રહી શકીશ. મારી ઇમેજ બનાવવાનો મારો કોઈ એજન્ડા નથી, તેથી હું પીઆર ઉભું કરવાના પ્રયત્ન કરતો નથી. જે મળે એ કામ કરવામાં હું ખુશ છું.”

જહાને કહ્યું, “મારો આ મીડિયાની દુનિયા અને મનોરંજનની દુનિયાનો ભાગ બની રહીને શક્ય હોય એટલી મોટી અસર ઉભી કરવાનો હેતુ છે. આમાં મારી જાતને ખુશ કરવા માટે કંઈ નથી, આ ઉદારતાની વાત છે. આટલું કરવામાં પણ દસ વર્ષ લાગી ગયા છે, કદાચ બીજા દસ વર્ષ થઈ જશે પરંતુ કમ સે કમ બધું સહજ રીતે થશે.

કોઈ સ્ટ્રેટેજીના ભાગરૂપે મેગેઝિનમાં ઇન્ટરવ્યુ કરાવવાને બદલે હું મારી કાબેલિયતના આધારે મેગેઝિન કવર પરના ફોટો અને એન્ડોર્સમેન્ટ કમાવવામાં માનું છું, તેના પર મને ગર્વ છે. એક કલાકારનો આત્મા અને વ્યક્તિત્વ સચવાઈ રહે તે જરુરી છે, કેટલાક લોકોને આ રમતો રમતા આવડે છે, પણ મને નહીં. કેટલાક લોકો માટે આજે એ જ પ્રાથમિકતા છે.”SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.