‘કેરાલા સ્ટોરી-૨’ ફેબ્રુઆરીમાં થિએટરમાં રિલીઝ થશે
મુંબઈ, આ ફિલ્મમાં પ્રવર્તમાન સ્થિતિની અત્યંત કાળી, ક્‰ર અને અમાનવીય બાજુ દર્શાવતી ફિલ્મ કેરાલા સ્ટોરી ઘણી ચર્ચામાં રહી હતી. હવે આ ફિલ્મનો બીજો ભાગ આવી રહ્ય છે. જોકે, ફિલ્મના કલાકારો અને સ્ટોરી અંગે સંપૂર્ણ ગોપનિયતા જાળવવામાં આવી છે.
પરંતુ સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર ‘કેરાલા સ્ટોરી-૨’નું શૂટિંગ ઘણું અંકુશ ધરાવતી અને સુનિશ્ચિતતા ધરાવતી પદ્ધતિએ કરવામાં આવ્યું છે૨૦૨૩ની વર્ષમાં ‘કેરાલા સ્ટોરી’ આવી ત્યારે તે ફિલ્મ બ્લોકબસ્ટર પૂરવાર થઇ હતી. જોકે પ્રેક્ષકો તરફથી આ ફિલ્મ માટે મિશ્ર પ્રતિસાદ સાંપડ્યો હતો તેમ છતાં આ ફિલ્મ બેસ્ટ ડિરેક્શન અને બેસ્ટ સિનેમેટોગ્રાફી માટે બે નેશનલ એવોર્ડ જીતી ગઇ હતી. પ્રાપ્ત અહેવાલો મુજબ હવે ‘કેરાલા સ્ટોરી-૨’ હાલ નિર્માણાધિન છે.
એવું કહેવાય છે કે આ ફિલ્મનું શૂટિંગ ખુબ સાવચેતીપૂર્વક અને આકરી સુરક્ષાવ્યવસ્થા વચ્ચે ચાલી રહ્યું છે.આ અંગેના કેટલાક અહેવાલો મુજબ ‘કેરાલા સ્ટોરી-૨’નું તમામ શૂટિંગ કેરળમાં થયું છે. અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે આ ફિલ્મમાં હાલની સ્થિતિની અત્યંત કાળી, ક્‰ર અને અમાનવીય બાજુ ઉજાગર કરાઇ છે.
જો કે આ ફિલ્મના કલાકારો અને સ્ટોરી અંગે સંપૂર્ણ ગોપનિયતા જાળવવામાં આવી છે. સૂત્રોએ કહ્યું હતું કે ‘કેરાલા સ્ટોરી-૨’નું ફિલ્માંકન અત્યંત અંકુશ ધરાવતી અને સુનિશ્ચિતતા ધરાવતી પદ્ધતિએ કરવામાં આવ્યું છે.
આ ફિલ્મના નિર્માતા વિપુલ શાહ ઇચ્છે છે કે ફિલ્મના શૂટિંગ દરમ્યાન કોઇ અનિચ્છનિય બનાવ કે ઘટના બનવી જોઇએ નહીં.ફિલ્મના નિર્માણકાર્ય સાથે સંકળીયેલાં સૂત્રોએ કહ્યું હતું કે ફિલ્મના કલાકારો અને ક્› મેમ્બરને સેટ ઉપર મોબાઇલ ફોન લઇ જવાની સહેજ પણ છૂટ નથી. આ ફિલ્મની સ્ટોરી અથવા કોઇપણ ઘટના કે બનાવની વિગતો જાહેર ન થઇ જાય તે માટે આ મુજબના પગલાં લેવામાં આવ્યા છે.
અહેવાલમાં કરાયેલા દાવા મુજબ આ ફિલ્મ ફેબ્›આરી-૨૦૨૬માં થિયેટરમાં રિલીઝ થશે. ૨૦૨૩માં આવેલી કેરાલા સ્ટોરી ફિલ્મનું ડિરેકશન સુદિપ્તો સેને કર્યું હતું, અને ફિલ્મમાં અદા શર્મા, યોગીતા બિહાની, સોનિયા બાલાની અને સિદ્ધિ ઇદનાની નામની ચાર નવોદિત અભિનેત્રીઓએ લાજવાબ અભિનય કર્યાે હતો. આ ફિલ્મની સ્ટોરી કેરળની ચાર યુવતિઓને કેવી રીતે બળજબરીપૂર્વક ઇસ્લામ અંગિકાર કરી લેવાની ફરજ પાડવામાં આવી હતી? બાદમાં તેઓને કેવી રીતે ઇસ્લામિક સ્સેટ (આઇએસઆઇએસ) નામના ત્રાસવાદી જૂથો માટે નિયુક્ત કરાઇ હતી? તે ઘટનાની આસપાસ ગૂંથાયેલી હતી.
આ ફિલ્મને કેટલાંક વિવેચકો અને ટીકાકારોએ પ્રોપગેન્ડા ગણાવી હતી. મીડિયામાં પણ આ ફિલ્મમાં જે કાંઇ દર્શાવવામાં આવ્યું છે તે સાચુ છે કે ખોટુ? તે વિષયે અનેક ડિબેટ યોજાઇ હતી. જો કે ફિલ્મ નિર્માતાએ તો ભારપૂર્વક કહ્યું હતું કે આખી ફિલ્મ સત્ય ઘટના ઉપર આધારિત હતી. આ ફિલ્મે બોક્સ ઓફિસ ઉપર ૩૦૦ કરોડની કમાણી કરી હતી.SS1MS
