કાશ્મીરના LoC નજીક ડ્રોન દ્વારા શંકાસ્પદ સામગ્રી ફેંકવામાં આવી
પ્રતિકાત્મક
(એજન્સી)પૂંછ, નવા વર્ષના પહેલા જ દિવસે પાકિસ્તાન પોતાની હરકતો કરવાની સુધરી રહ્યું નથી. જમ્મુ કાશ્મીરના પુંછ જિલ્લામાં લાઈન ઓફ કંટ્રોલ પાસે શંકાસ્પદ ડ્રોન મુવમેન્ટની સૂચના બાદ સુરક્ષા એજન્સીઓએ મોટું સર્ચ ઓપરેશન શરૂ કરી દીધું છે.
ગામના લોકો દ્વારા આપવામાં આવેલી જાણકારી મુજબ સરહદ પારથી આવેલા એક ડ્રોને એલઓસીના નજીક કોઈ શંકાસ્પદ વસ્તુઓ નાખી, ત્યારબાદ વિસ્તારમાં સર્તકતા વધારવામાં આવી છે. સૂચના મળતા જ ભારતીય સેના, સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ અને સ્થાનિક પોલીસની સંયુક્ત ટીમે તાત્કાલિક વિસ્તારને ઘેરી લીધો અને સઘન સર્ચ ઓપરેશન શરૂ કર્યું.
સુરક્ષા દળોએ સંભવિત ડ્રોન ડ્રોપ ઝોનને ઓળખીને તેની આસપાસના જંગલો, ખેતરો અને ગામમાં સર્ચ વધારી દીધું છે. સાવચેતી તરીકે સરહદી ગામડાઓમાં વધારે દળ તૈનાત કરવામાં આવ્યું છે અને સર્વેલન્સ ડિવાઈસ દ્વારા હવાઈ ગતિવિધિઓ પર બાજ નજર રાખવામાં આવી રહી છે.
જો કે અત્યાર સુધી કોઈ પણ શંકાસ્પદ સામગ્રી જપ્ત થઈ નથી પણ સર્ચ ઓપરેશન ચાલુ છે. સુરક્ષા એજન્સીઓએ એ પણ જાણવાનો પ્રયત્ન કરી રહી છે કે ડ્રોનથી નાખવામાં આવેલી વસ્તુઓ શું હતી અને તેનો ઉદ્દેશ્ય શું હોય શકે છે.
સુત્રોનું કહેવું છે કે ડ્રોન ગતિવિધિની સૂચના વિશ્વસનીય માનવામાં આવી રહી છે, તેથી ઓપરેશનમાં કોઈ ઢીલાશ ના રહે. ઉલ્લેખનીય છે કે પાકિસ્તાન સ્થિત આતંકી સંગઠન આ પહેલા પણ ડ્રોન દ્વારા જમ્મુ કાશ્મીરમાં હથિયાર, ગોળા-બારૂદ અને માદક પદાર્થ નાખવાના પ્રયત્ન કરતું રહે છે.
