માઈક્રો પ્લાસ્ટિકથી પુરુષોને હાર્ટએટેકનો સૌથી મોટો ખતરો, ધમનીઓમાં બારીક કણ જમા થાય છે
ભોજન, હવા અને રોજબરોજ ઉપયોગમાં લેવાતી પ્લાસ્ટિકની વસ્તુઓથી ઝીણા કણ શરીરમાં પ્રવેશવાનો ખતરો
(એજન્સી)નવીદિલ્હી, પ્લાસ્ટિક આધુનીક જીવનનો અભિન્ન ભાગ બની ચુકયો છે. પરંતુ હવે પ્લાસ્ટિકના સુક્ષ્મ કણ અર્થાત માઈક્રોપ્લાસ્ટીક માનવ આરોગ્યમાટે ગંભીર ખતરો બની શકે છે.
અમેરીકાની યુનિવસીટી ઓફ કેલીફોનીયા, રીવરસાઈડ યુસીઆર ના વિજ્ઞાનીઓ દ્વારા હાથ ધરવામાં આવેલા સંશોધનમાં સંકેત મળ્યા છે કે શરીરની ધમનીઓ સુધી પહોચી જતા માઈ કોપ્લાસ્ટીક કણ ધમનીઓમાં સોજો લાવવાની પ્રક્રિયાને ઝડપી બનાવી શકે છ.ે તેને કારણે હાર્ટએટેક અને હૃદયરોગના હુમલા જેવી બીમારીઓનું જોખમ વધી શકે છે. મહત્વની વાત એ છેકે પુરુષોમાં આ પ્રભાવ સ્પષ્ટપણે સામે આવી ચુકયો છે.
યુસીઆરના વિજ્ઞાનીઓએ અનુવાંશીક રીતે હૃદયરોગનો વધુ ખતરો ધરાવતા ઉંદરો પર આ મુદે પ્રયોગો હાથ ધર્યા હતા. તેવા ઉંદરોને સૌ પ્રથમ તો ઓછી ચરબી અને કોલેસ્ટ્રોલ ધરાવતો ખોરાક આપવામાં આવતો હતો.
તેમક કરીને સુનિંશ્ચત કરવામાં આવ્યું. પરંપરાગત આરોગ્ય વિષય જોખમો આવા ખોરાકને કારણે તો જ સર્જાય તે દરમ્યાન ૯ સપ્તાહ સુધીતે ઉંદરોને રોજ માઈક્રોપ્લાસ્ટીક મર્યાદીત માત્રામાં આપવામાં આવ્યું. અર્થાત માનવતા શરીરની ભીતર ભોજન અને પાણી મારફતે જેટલા પ્રમાણમાં માઈક્રોપ્લાસ્ટીક પહોચતું હોય તેટલા મર્યાદીત પ્રમાણમાં ઉંદરોને તેટલા મર્યાદીત માત્રા આપવામાં આવી
તે પછી સંશોધકોએ જોયું કે નર ઉંદરોના કિસ્સામાં ધમનીઓની અંદર પ્લાક નિર્મ્ણ પ્રક્રિયા ધમનીઓ પ્લાક નિર્માણ પ્રક્રિયા લગભગ ૬૩ ટકા જેટલી વધી ગઈ હતી. મોટી ધમનીમાં પ્લાકની માત્રા ૬૦૦ ટકા જેટલી વધી ગઈ. પરંતુ માદા ઉંદરના કિસ્સામાં તેઓ સમાન માત્રામાં માઈક્રોપ્લાસ્ટીકના સંપર્કમાં આવ્યા હોવા છતાં ધમનીઓમાં કોઈ મોટો નકારાત્મક પ્રભાવ જોવા મળ્યો નહોતો.
પુરુષોને વધુ નુકશાનના પ્રમાણ સંશોધકોનકર્ત્નું માનવું છે. કે મહીલાઓમાં હાજર રહેતા એસ્ટ્રોજન હોર્મન કેટલીક હદે અને રકત નલીકાઓને સુરક્ષા પ્રદાન કરે છે. નર અને માદા એમ બંને કિસ્સામાં કોશીકાઓના સોજા અને બહારના પ્લાસ્ટીકકણોની પ્રતીક્રિયા અલગ અલગ જોવા મળી પ્રતીક્રિયાની આ લૈગીક અસમાનતાનો સમજવા વધુ સંશોધનની જરૂર છે. આ રીતે જોખમ ઘટાડી શકાય આજના યુગમાં માઈક્રોપ્લાસ્ટીકથી પુરેપુરી રીતે બચવું મુશ્કેલ છે.
પરંતુ વિજ્ઞાનીઓનું માનવું છે. કે જોખમ ઘટાડી જરૂરત્થી શકાય છે. પ્લાસ્ટીકની સ્થાને કાચ કે સ્ટીલના વાસણોનો ઉપયોગ કરીને પણ પ્રભાવથી બચી શકાય પ્રોસેસ્ડ ભોજનથી અંતર જાળવીને સમતોલ આહાર તેમ જ નિયમીત કસરતની મદદથી પણ માઈક્રોપ્લાસ્ટીકના પ્રભાવથી કેટલીક હદે બચી શકાય તેમ છે.
