પતંગના દોરા પર કોટિંગ માટેનો કાચનો પાવડર 10%થી વધુ ન હોવો જોઈએ
ઉત્તરાયણના માંજા અંગેની પીઆઈએલમાં હાઈકોર્ટનો મહત્વનો હુકમ
(એજન્સી)અમદાવાદ, ઉત્તરાયણમાં ચાઈનીઝ, નાયલોન અને કાચ પામેલા માંજા પરના પ્રતીબંધ અંગેની રીટમાં હાઈકોર્ટ દ્વારા વિવિધ હુકમ કરવામાં આવ્યા છે. અને એના પગલે સરકાર દ્વારા વિવિધ પરીપત્રો અને નીદેશો કરવામાં આવ્યા છે. જે મુજબ હવે પતંગના દોરા પર કોટીગ માટેની કાચનો પાવડર ૧૦%થી વધુ ન હોવો જોઈએ.
આ સહીતના વિવિધ મુદા સામે આવ્યા છે.
જેની માહિતી ગુજરાત એનીમલ વેલફેર બોર્ડના સભ્ય અને અહિસા મહાસંઘ એનીમલ વેલફેર ફાઉન્ડેશન ગ્રાઉન્ડ રીયાલીટી ફાઉન્ડેશનના ટ્રસ્ટી પંકજ બુચ દ્વારા કરવામાં આવેલી પીઆઈએલમાં એડવોકેટ નીમીષ એમ. કાપડીયાએ આપી છે.
તેમણે જણાવ્યું છે કે આ કેસની સુનાવણીમાં અરજદાર તરફથી રજુઆત કરી લેખીત સુચનો આપવામાં આવ્યા છ.ે દરેક પોલીસ સ્ટેશનમાં એક ચોકકસ ટીમ બનાવવી જોઈએ કે જે હાઈકોર્ટના અને રાજય સરકારના હુકમોનું પાલન કરાવી શકે અને સ્પેશીયલ ર૪ કલાક માટેનીએવી ટેલીફોન હેલ્પલાઈળન હોવી જોઈએ કે જે ફોન કરનારની ઓળખનો આગ્રહ ન રાખે.
આ અંગેના એક પરીપત્ર મુજબના જ કોટન દોરા બજારમાં વેચાય છે કે નહી તે સરકારે ચકાસણી કરવી જોઈએ. આ અંગે કોર્ટની ટકોર હતી કે સામાન્ય નાગરીક પણ જો આ પરીપત્રો અને સુચનાઓ વિરૂધ્ધમાં પ્રતીબંધીત માલ વેચતો હોય તો પોલીસને ફરીયાદ કરી શકે છે. હવે પછીની વધુ સુનાવણી ૯મી જાન્યુઆરીના રોજ રાખી છે.
સરકારના પરીપત્ર મુજબ પતંગ ઉડાવવાના હેતુથી ચોખાના લોટ, મેદો છોડ આધારીત ગુંદર અને અન્ય સમાન કુદરતી ઘટકો જેવા કુદરતી એડહેસિવની મદદથી કોટનનો માંજો, જે સંપૂર્ણ્પણે તુટી શકે તેવો હોય અને પરંપરાગત પ્રક્રિયા દ્વારા બનાવવામાં આવેલ હોય તથા તેમાં તમામ ઘટકો બાયોડીગ્રેડેબલ પદાથો હોવા જોઈએ. કોટનના દોરા પર કોટીગ માટેનો કાચનો પાવડર ૧૦%થી વધુ ન હોવો જોઈએ.
જયારે ઉકાળેલા ચોખાનો સ્ટાર્ચ ૩૦% મેદો ૩૬% કુદરતી ગુંદર અને રંગ ર૪% કરોડ સામગ્રીનો હોઈ શકે તથા કાચનો પાવડર જે કોટીગ પદાર્થનો ૧૦% હોઈ શકે છે. પરંતુ તે કોટનના માંજાના કુલ વજનના ૦.પ% થી વધુ ન હોવું જોઈએ તેવો કોટનનો માંજો દોરી વાપરી શકાશે.
