પત્ની પાસેથી ઘરખર્ચનો હિસાબ માગવો ક્રૂરતા નથી: સુપ્રીમ કોર્ટ
નવી દિલ્હી, સુપ્રીમ કોર્ટે એક મહત્વપૂર્ણ ચુકાદામાં કહ્યું છે કે જો પતિ ઘરનાં નાણાકીય નિર્ણયો પોતે લે છે અથવા પત્ની પાસેથી ખર્ચનો હિસાબ માંગે છે, તો તેને ક્‰રતા ગણાવી શકાય નહીં, વિશેષ કરીને એવા કિસ્સામાં કે જ્યારે તેનાથી પત્નીને કોઈ ગંભીર માનસિક કે શારીરિક નુકસાન થયું હોવાનું સાબિત ન થાય.ન્યાયમૂર્તિ સર્વશ્રી બી.વી. નાગરત્ના અને આર. મહાદેવનની બેન્ચે ગુરુવારે દહેજ ઉત્પીડન અને ક્‰રતા સંબંધિત એક કેસ રદ્દ કરતાં આ ટિપ્પણી કરી.
આ કેસમાં પત્નીએ પતિ પર આરોપ લગાવ્યો હતો કે તે તેને ઘરખર્ચનો એક-એક પૈસાનો હિસાબ એક્સેલ શીટમાં રાખવા મજબૂર કરતો હતો.બેન્ચે કહ્યું કે આ સ્થિતિ ભારતીય સમાજની એક વાસ્તવિકતા દર્શાવે છે, જ્યાં ઘણા પરિવારોમાં પુરુષો આર્થિક જવાબદારી પોતાના હાથમાં રાખે છે, પરંતુ માત્ર આ કારણસર તેને ગુનાની શ્રેણીમાં મૂકી શકાય નહીં. તેલંગાણામાં એક પતિ-પત્ની વચ્ચે લાંબા સમયથી મતભેદ ચાલતા હતા.
પત્નીએ માર્ચ ૨૦૨૩માં પતિ અને તેના પરિવાર સામે ક્‰રતા અને દહેજ ઉત્પીડનના આરોપ સાથે એફઆઇઆર નોંધાવી હતી. મહિલાનો દાવો હતો કે પતિ ઘરનાં નાણાં પર સંપૂર્ણ નિયંત્રણ રાખતો હતો, તેણી પાસેથી ખર્ચનો હિસાબ માંગતો હતો અને આર્થિક નિર્ણયો અંગે તેને બોલવાની તક આપતો ન હતો. આ મામલો એપ્રિલ ૨૦૨૩માં તેલંગાણા હાઈકોર્ટમાં પહોંચ્યો, જ્યાં હાઈકોર્ટે એફઆઈઆર રદ્દ કરવાની ના પાડી. ત્યારબાદ પતિ સુપ્રીમ કોર્ટમાં ગયો હતો.SS1MS
