મ.પ્ર.માં ફૂડ પોઇઝનિંગથી ૨૦૦ પોપટનાં મોતથી હાહાકાર
ખરગોન, મધ્યપ્રદેશના ખરગોન જિલ્લામાં નર્મદા નદીના કાંઠે ફૂડ પોઈઝનિંગથી ઓછામાં ઓછા ૨૦૦ પોપટના મોત થયા છે. જિલ્લા વાઇલ્ડલાઈફ વોર્ડન ટોની શર્માએ જણાવ્યું કે, છેલ્લા ચાર દિવસોમાં બડવાહ વિસ્તારમાં નદીના કાંઠે એક એક્વાડક્ટ પુલી પાસે આ પોપટોના મૃતદેહ મળી આવ્યા અને પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં બર્ડફ્લૂને કારણ ગણાવવામાં આવ્યું નથી.
રેસ્ક્યુ ઓપરેશન દરમિયાન કેટલાક પોપટ જીવતા હતા, પરંતુ ખાવામાં ઝેર એટલું વધારે હતું કે થોડાક સમય પછી એ પોપટો પણ મરી ગયા. બર્ડ ફ્લૂની શંકાને લીધે પોપટોના મોતને લઈને વિસ્તારમાં ગભરાટ ફેલાઈ ગઈ, પરંતુ પશુ ડોક્ટરોની તપાસમાં ઈન્ફેક્શનના કોઈ પુરાવા મળ્યા નથી.
આ દરમિયાન વન્ય અધિકારીઓએ એક્વાડક્ટ પુલની પાસે ખાવાનું ખવડાવવા પર રોક લગાવી દીધી છે અને તેના કડક અમલીકરણ માટે ઘટનાસ્થળ પર સ્ટાફ ગોઠવી દીધો છે.
અધિકારીઓએ પક્ષીઓના વિસેરા સેમ્પલ વધુ તપાસ માટે જબલપુર મોકલી દીધા છે. પશુ ડોક્ટરોના કહેવા અનુસાર, ફૂડ પોઈજનિંગ અને અનુચિત ખાવા-પીવાને લીધે પોપટોના મોત થયા છે.પોસ્ટમોર્ટમ કરનાર પશુ ડોક્ટર મનીષા ચૌહાને જણાવ્યું કે, પોપટોમાં ફૂડ પોઈજનિંગના લક્ષણ જોવા મળ્યા, પરંતુ બર્ડ ફ્લૂના કોઈ સંકેત મળ્યા નથી. તેમણે કહ્યું કે લોકો ઘણીવાર અજાણપણે પક્ષીઓને એવું ખાવાનું ખવડાવે છે, જે તેમના પાચન માટે જીવલેણ સાબિત થાય છે. પશુ વિભાગના અધિકારી ડો.સુરેશ બઘેલે કહ્યું કે મૃત પક્ષીઓના પેટમાંથી ચોખા અને નાના કાંકરા મળ્યા છે.SS1MS
