દેશની અદાલતોમાં હજુપણ ૫.૪૧ કરોડ કેસ પેન્ડીંગ
નવી દિલ્હી, દેશમાં જ્યુડિશિયરી સામે હજુ પણ સૌથી મોટો પડકાર કરોડોના પેન્ડીંગ કેસોને ઘટાડવાનો છે. દેશભરની નીચલી અદાલતો, હાઇકોર્ટ અને સુપ્રિમ કોર્ટમાં કુલ મળીને હાલ ૫.૪૧ કરોડથી વધુ કેસો પેન્ડીંગ છે.
નેશનલ જ્યુડિશિયલ ડેટા ગ્રીડમાં ૨૮ ડિસેમ્બર-૨૦૨૫ના આંકડા મુજબ દેશભરની અદાલતો એટલે કે નીચલી અદાલતો, હાઇકોર્ટ અને સુપ્રિમ કોર્ટમાં કુલ મળીને ૫ કરોડ ૪૧ લાખ કેસ પેન્ડીંગ છે.દેશભરની નીચલી અદાલતોમાં ૪.૭૬ કરોડ કેસ ક્રિમીનલ મેટર છે અને બાકી સિવિલ મેટર છે.
નીચલી અદાલતોમાં યુપીમાં કુલ ૧.૧૩ કરોડ કેસ પેન્ડીંગ છે. જ્યારે દિલ્હીની નીચલી અદાલતોમાં ૧૫.૮૫ લાખ કેસ પેન્ડીંગ છે. તો સુપ્રિમ કોર્ટના આંકડા મુજબ હાલ ૯૧,૮૯૨ કેસ પેન્ડીંગ છે. આ પેન્ડેન્સીમાં ૧૯.૦૧ લાખ કેસ ક્રિમીનલ છે. જ્યારે ૪૪.૬૫ લાખ કેસ સિવિલ મેટર છે.
જસ્ટિસ સૂર્યકાંતે નવેમ્બરમાં શપથ પહેલા કહ્યું હતું કે તેમની પ્રાથમિકતા પેન્ડેન્સી પર કાબુ પામવાની રહેશે. તેમણે કહ્યું હતું કે અમે સૌથી પહેલા એ જોઇશું કે કેસ કેવી રીતે ઘટાડવામાં આવે.ગત વર્ષ ૧૧ જુલાઇએ લો મિનિસ્ટ્રીએ કેન્દ્ર સરકારના વિભિન્ન મંત્રાલયે અને વિભાગોને દિશા નિર્દેશ જાહેર કર્યા હતા.
જેથી એવા મામલા, જ્યાં સરકાર પક્ષકાર છે, તેનો નિવેડો ઝડપથી નિશ્ચિત થઇ શકે.વિધિ અને ન્યાય મંત્રાલય દ્વારા જાહેર એક યાદીમાં જણાવ્યું હતું કે આ એસઓપી બિનજરૂરી કેસોને રોકવા અને પરસ્પર વિભાગીય સમન્વયને બહેતર બનાવવામાં મદદ કરશે.
નિવૃત ડિસ્ટ્રીક્ટ જજ અને કાનૂની જાણકાર કામિની લો જણાવે છે કે ભારતમાં ન્યાયિક મામલામાં પેન્ડીંગ બોજ હવે માત્ર આંકડાની સમસ્યા નથી રહી ગયો, બલ્કે તે એક બંધારણીય સંકટનું રૂપ લઇ ચૂક્યું છે. જે ન્યાય સુધી સાર્થક પહોંચને અસર કરી શકે છે. આ સંદર્ભમાં સુપ્રિમ કોર્ટની ઝોનલ બેન્ચની સ્થાપના પર વિચાર કરવામાં આવી શકે છે.સુપ્રિમ કોર્ટની પરિકલ્પના મુખ્યતઃ એક બંધારણીય ન્યાયાલય અને અંતિમ વ્યાખ્યાની અદાલતના રૂપ તરીકે કરવામાં આવી હતી.
પરંતુ આજે તેની સામે પેન્ડીંગ કેસોનો એક મોટો ભાગ વિશેષ અનુમતી અરજીનો છે, જે સેવા મામલે જમીન વિવાદો અને સામાન્ય દીવાની અને આપરાધિક અપીલોથી સંબંધિત છે. જેણે હાઇકોર્ટ સ્તર પર જ અંતિમરૂપ લઇ લેવું જોઇએ.
ઉત્તર, દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમમાં ચાર સ્થાયી ઝોનલ બેન્ચની સ્થાપના અને નવી દિલ્હીમાં સ્થાયી રીતે બેસનારી એક બંધારણીય બેન્ચની સાથે ન્યાય સુધી પહોંચતું વિકેન્દ્રીકરણ કરશે. વાદીઓની સામે આવનારી ભૌગોલિક અને આર્થિક બાધાઓને ઘણી હદ સુધી ઘટાડશે.જ્યારે દેશભરની અદાલતોમાં જે કરોડોની પેન્ડેન્સી છે તેને ઘટાડવા માટે જજોની વેન્કસી ભરવામાં આવે, સાથે સાથે ઇવનીંગ કોર્ટને પ્રમોટ કરવામાં આવે અને ટાઇમ બાઉન્ડ ટ્રાયલ પુરી કરવાનું નિશ્ચિત કરવામાં આવે.SS1MS
