7 પત્રકારોને આ દેશમાં આજીવન કેદની સજા
(એજન્સી)પેશાવર, પાકિસ્તાનમાં પ્રેસ સ્વતંત્રતાને દફનાવવામાં આવી છે. આતંકવાદ વિરોધી અદાલતએ ડિજિટલ આતંકવાદના આરોપસર આદિલ રાજા અને મોઈદ પીરઝાદા સહિત સાત પત્રકારોને આજીવન કેદની સજા ફટકારી છે.
જનરલ અસીમ મુનીરના કહેવાથી આ દેશનિકાલ કરાયેલા પત્રકારો પર ૯ મેના રોજ થયેલી હિંસા ભડકાવવાનો આરોપ છે. પાકિસ્તાની ન્યાયિક પ્રણાલીને બ્લેકલિસ્ટ કરવાની હાકલ કરી છે, તેને કાંગારૂ કોર્ટનો નિર્ણય ગણાવ્યો છે. ૩ જાન્યુઆરીની સવારે, પાકિસ્તાનની ન્યાયિક પ્રણાલીએ એક ડેથ વોરંટ જારી કર્યું જેણે વૈશ્વિક પત્રકારત્વનો આત્માં કંપાવી નાખ્યો છે.
આ વોરંટ કોઈ ભયાનક ગુનેગાર કે સરહદ પારના આતંકવાદી માટે નથી, પરંતુ સાત પત્રકારો માટે છે જેમની કલમો જનરલ અસીમ મુનીરના અઘોષિત સામ્રાજ્ય સામે આગ ફેલાવી રહી હતી.
મુંબઈ હુમલાના ગુનેગારોને માનપૂર્વક મુક્ત કરનારી એ જ કોર્ટે આજે સાત બુદ્ધિજીવીઓને ડિજિટલ આતંકવાદી જાહેર કર્યા કારણ કે તેઓએ સત્ય બોલવાની હિંમત કરી હતી. પાકિસ્તાનની એક આતંકવાદ વિરોધી અદાલતએ પત્રકારત્વના ઇતિહાસનો સૌથી કાળો ચુકાદો આપ્યો છે.
