Western Times News

Gujarati News

ઓઈલ બાદ હવે પાંચ ખજાના પર છે અમેરિકાના ડોનાલ્ડ ટ્રમ્પની નજર

પનામા નહેરની નજીક હોવાને કારણે મધ્ય અમેરિકાના વ્યાપારી માર્ગો પર દેખરેખ રાખવા માટે આ દેશ ઉત્તમ દેશ 

(એજન્સી)કોલંબિયા, અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની નજર ઓઈલ ઉપરાંત અન્ય પાંચ ખનિજો ઉપર પણ મંડાયેલી છે. કોલસોઃ કોલંબિયા વિશ્વમાં કોલસાના સૌથી મોટા નિકાસકારોમાંનું એક છે.

સોનું અને પથ્થરઃ કોલંબિયામાં સોનાની ખાણો છે અને તે વિશ્વના શ્રેષ્ઠ પન્ના ના ઉત્પાદન માટે જાણીતું છે. કોલંબિયા એકમાત્ર એવો દક્ષિણ અમેરિકન દેશ છે જેની સરહદ એટલાન્ટિક અને પેસિફિક બંને મહાસાગરોને સ્પર્શે છે.

ટ્રમ્પ માટે આ લોજિસ્ટિક્સ અને દરિયાઈ વ્યાપાર પર નિયંત્રણ રાખવા માટે ખૂબ જ મહત્વનું સ્થાન છે. પનામા નહેરની નજીક હોવાને કારણે મધ્ય અમેરિકાના વ્યાપારી માર્ગો પર દેખરેખ રાખવા માટે તે ઉત્તમ દેશ છે.

આધુનિક ટેક્નોલોજી અને ઈલેક્ટ્રિક વાહનો માટે જરૂરી એવા ખનિજો જેમ કે નિકલ અને તાંબુ માં કોલંબિયા સમૃદ્ધ છે. અમેરિકા ચીન પરની નિર્ભરતા ઘટાડવા માટે આવા દેશો સાથે મજબૂત સંબંધો ઈચ્છે છે. કોલંબિયા વિશ્વનો ત્રીજો સૌથી મોટો કોફી ઉત્પાદક દેશ છે.

અમેરિકા કોલંબિયાની કોફી અને ફૂલો માટેનું સૌથી મોટું બજાર છે. ટ્રમ્પ વ્યાપારી કરારો દ્વારા અમેરિકન કંપનીઓ માટે અહીં વધુ ફાયદાકારક શરતો ઈચ્છી શકે છે. ટ્રમ્પની નજર કોલંબિયાના તેલ, કોલસા અને વ્યૂહાત્મક લોકેશન પર વધુ હોઈ શકે છે જેથી અમેરિકાના આર્થિક હિતો સુરક્ષિત રહે અને દક્ષિણ અમેરિકામાં ચીન કે રશિયાનો પ્રભાવ વધતો અટકાવી શકાય.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.