મુસાફરો સાથે અભદ્ર વર્તન તથા વધુ ભાડું વસૂલતા રીક્ષાચાલકો સામે કાર્યવાહી
ઓટો રીક્ષા ચાલકો સામે મોટી કાર્યવાહી કરી રેલવે સુરક્ષા બળ (RPF) અમદાવાદ દ્વારા
અમદાવાદ, પશ્ચિમ રેલવેના અમદાવાદ રેલવે સ્ટેશન પર ઓટો ચાલકો દ્વારા મુસાફરો સાથે અભદ્ર વર્તન કરવું તથા નિર્ધારિત દરો કરતાં વધુ ભાડું વસૂલવા અંગે સતત ફરિયાદો મળી રહી હતી. આ ફરિયાદોને ગંભીરતાથી લઈ રેલવે સુરક્ષા બલ (RPF) અમદાવાદ દ્વારા સમયાંતરે અસરકારક કાર્યવાહી કરવામાં આવી રહી છે.
આ જ ક્રમમાં આજે તા. 04.01.2025ના રોજ રેલવે સુરક્ષા બલ, અમદાવાદ દ્વારા વિશેષ અભિયાન ચલાવી નિયમોનું ઉલ્લંઘન કરનાર ઓટો ચાલકો સામે કડક કાર્યવાહી કરવામાં આવી. આ કાર્યવાહી દરમિયાન કુલ 6 ઓટો ચાલકોના ઓટો જપ્ત કરવામાં આવ્યા તથા સંબંધિત ઓટો ચાલકો સામે રેલવે અધિનિયમની જોગવાઈઓ હેઠળ જરૂરી કાનૂની કાર્યવાહી કરવામાં આવી.
રેલવે સુરક્ષા બલ, અમદાવાદ મુસાફરોની સુરક્ષા, સન્માન અને સુવિધાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપે છે. ભવિષ્યમાં પણ મુસાફરોને કોઈપણ પ્રકારની અસુવિધા અથવા અનિયમિતતા ન થાય તે માટે આવા કેસોમાં કડક નજર રાખવામાં આવશે અને જરૂરીયાત અનુસાર કડક કાર્યવાહી સતત ચાલુ રહેશે।
