ભારત ઓલિમ્પિકની યજમાનીની તૈયારી કરી રહ્યું છેઃ મોદી
File
વારાણસી, ભારત ૨૦૩૬માં યોજાનાર ઓલિમ્પિકની યજમાની કરવાની તૈયારી કરી રહ્યું છે તેમ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ફરી એક વાર ભારપૂર્વક કહ્યું છે. વડાપ્રધાન મોદીએ વારાણસીમાં રવિવારે ૭૨મી સીનિયર રાષ્ટ્રીય વોલીબોલ ચેમ્પિયનશીપનું ઉદ્ધાટન કર્યું હતું.
આ દરમિયાન તેમણે ઉમેર્યું કે છેલ્લા સાડા અગિયાર વર્ષમાં સરકારે દેશમાં રમતગમતના ક્ષેત્રમાં વ્યાપાક ફેરફાર કરીને ૨૦થી વધુ મુખ્ય આંતરરાષ્ટ્રીય ટુર્નામેન્ટ આયોજિત કરી છે અને ભારત મજબૂત રીતે ૨૦૨૬ના ઓલિમ્પિકની યજમાની કરવાની તૈયારી કરી રહ્યું છે. તેની પાછળની ભાવના એવી છે કે વધુને વધુ ખેલાડીઓને વધુને વધુને તકો મળે.
વડાપ્રધાન મોદીએ કહ્યું કે છેલ્લા એક દાયકામાં કેટલાય શહેરોમાં ફીફા અંડર-૧૭ વિશ્વકપ અને હોકી વિશ્વકપ સહિત ૨૦થી વધુ પ્રમુખ આંતરરાષ્ટ્રીય ટુર્નામેન્ટનું આયોજન કર્યું છે. ૨૦૩૦ની કોમનવેલ્થ ગેમ્સ પણ ભારતમાં યોજાઈ રહી છે. આજે દેશ રિફોર્મ એક્સપ્રેસ પર સવારી કરી રહ્યો છે.
દેશના દરેક ક્ષેત્ર, વિકાસની દરેક પરિભાષા આ રિફોર્મ એક્સપ્રેસ સાથે જોડાઈ રહી છે અને રમતગમતની પરિભાષા પણ આ પૈકી એક છે. રમતગમતના ક્ષેત્રમાં પણ સરકારે મોટા વ્યાપાક સુધારા કર્યા છે. ખેલો ભારત નીતિ ૨૦૨૫ની જોગવાઈ અંતર્ગત યોગ્ય પ્રતિભાને અવસર મળશે, ખેલ સંગઠનોમાં હરિફાઈ વધશે અને સાથે જ દેશના યુવાનોને સ્પોર્ટસ અને એજ્યુકેશન બંને જ ક્ષેત્રોમાં એક સાથે આગળ વધવાનો મોકો મળશે.
વડાપ્રધાન મોદીએ ઉમેર્યું કે એક સમય હતો, જ્યારે સ્પોટ્ર્સને લઈને સરકાર અને સમાજ બંનેમાં જ ઉદાસીનતાનું વાતાવરણ હતું. ખૂબ ઓછા યુવાનો સ્પોટ્ર્સને કેરિયર તરીકે અપનાવતા હતા પરંતુ છેલ્લા દાયકામાં સ્પોર્ટસને લઈને સરકાર અને સમાજ બંનેના વિચારમાં પરિવર્તન આવ્યું છે. આપણે એટલા માટે પ્રગતિ કરી રહ્યા છીએ, કારણ કે દેશનો દરેક નાગરિક, દરેક વર્ગ એક સામૂહિક ચેતનાથી ‘ઈન્ડિયા ફર્સ્ટ’ની ભાવનાથી દેશ માટે કામ કરી રહ્યો છે.SS1MS
