‘ધુરંધર’ ફિલ્મે રચ્યો ઇતિહાસ, ૮૦૦ કરોડ કમાનારી બોલિવૂડની પહેલી ફિલ્મ
મુંબઈ, બોલિવૂડની ફિલ્મ ‘ધુરંધર’એ નવો ઈતિહાસ રચ્યો છે. રણવીર સિંહની ધુરંધર ફિલ્મે ૮૦૦ કરોડથી વધુ કમાણી કરી છે, ત્યારે અલ્લુ અર્જુનની ‘પુષ્પા ૨’ ફિલ્મનો રેકોર્ડ તોડી નાખ્યો છે. આમ ધુરંધર ફિલ્મ બોલિવૂડમાં રૂ.૮૦૦ કરોડથી વધુની કમાણી કરનારી પહેલી ફિલ્મ બની છે.તમને જણાવી દઈએ કે, ૫ ડિસેમ્બર, ૨૦૨૫ના રોજ રિલીઝ થયેલી ધુરંધર ફિલ્મે સતત ૨૮ દિવસમાં ડબલ ડિજિટ કલેક્શન કર્યું છે.
જેમાં પહેલા અઠવાડિયાથી ચોથા અઠવાડિયામાં ધુરંધર ફિલ્મ સતત રેકોર્ડ તોડતી રહી. ૨૮ દિવસ પછી, ૨૦૨૬ના બીજા દિવસે ધુરંધર ફિલ્મે પહેલી વાર ૧૦ કરોડ રૂપિયાથી ઓછું કલેક્શન કર્યું હતું. તે વર્ષ ૨૦૨૬નો પહેલો શુક્રવાર હતો. પરંતુ આ પછી શનિવાર સવારથી થિયેટરોમાં ધુરંધર ફિલ્મને જોવા માટે ભારે ભીડ જોવા મળી હતી.મળતી માહિતી મુજબ, ગત શનિવારે ધુરંધરે ૧૨-૧૩ કરોડનું નેટ કલેક્શન કર્યું હતું.
આમ ૩૦માં દિવસમાં કોઈ હિન્દી ફિલ્મનો સૌથી વધુ કલેક્શનનો રેકોર્ડ છે. જ્યારે ધુરંધરે ૩૦ દિવસમાં કુલ ૮૦૬ કરોડથી વધુની કમાણી કરી છે. ધુરંધર પહેલી એવી બોલિવૂડની ફિલ્મ બની છે, જેને બોક્સ ઓફિસ પર ૮૦૦ કરોડ નેટ કલેક્શન કર્યુ હોય. હિન્દીમાં આ પહેલા પુષ્પા ૨ ફિલ્મ ૮૦૦ કરોડના શિખર સુધી પહોંચી હતી. પરંતુ ધુરંધર ફિલ્મની રફ્તાર આનાથી વધુ છે.SS1MS
