Western Times News

Gujarati News

વડાપ્રધાન ૧૧મી જાન્યુઆરીએ રાજકોટમાં વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સનું ઉદઘાટન કરશે: હર્ષભાઈ સંઘવી

નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીનું રાજકોટમાં કલેકટર કચેરી ખાતે પત્રકારોને સંબોધન

વી.જી.આર.સી.થી સૌરાષ્ટ્ર-કચ્છમાં મોટાપાયે રોકાણ આવશે: શ્રી હર્ષભાઈ સંઘવી

ઉદ્યોગકારો સાથે બેઠક યોજીને તેમના પ્રશ્નોનો સ્થળ પર જ નિકાલ લાવવાનો ગુજરાત સરકારનો અભિગમ આવકાર્ય: પ્રભારી મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી

       નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીએ રાજકોટ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કેરાજ્યના નાના-મોટા ઉદ્યોગકારોની મુશ્કેલીઓપ્રશ્નો અને રજૂઆતોનો તત્કાલ હલ કરીને તેઓ વધુ રોકાણ કરીને ઉદ્યોગ-ધંધાનો વિકાસ કરી શકે તે માટે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન મુજબ આજે રાજકોટમાં સૌરાષ્ટ્ર-કચ્છના ઉદ્યોગકારો સાથે સંકલન બેઠક યોજવામાં આવી હતી. આ સાથે તમામ વિભાગો સાથે ગ્રુપ બેઠક પણ યોજવામાં આવી હતી.

       તેમણે કહ્યું હતું કેમેન્યુફેક્ચરિંગ ક્ષેત્રમાં રાજકોટ એ ગુજરાતનું ગ્રોથ એન્જિન છે અને આગામી દિવસોમાં દેશ અને દુનિયામાંથી વધુ રોકાણ આવી શકે તે માટેમુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં રાજકોટમાં વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે. અગાઉ મહેસાણામાં પ્રથમ વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ સફળતાપૂર્વક આયોજિત કરવામાં આવી હોવાનું તેમણે ઉમેર્યું હતું.

       તેમણે કહ્યું હતું કેવડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીન હસ્તે ૧૧મી જાન્યુઆરીએ રાજકોટમાં મારવાડી યુનિવર્સિટી ખાતે વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સનું ઉદઘાટન કરવામાં આવશે. આ કોન્ફરન્સ તેમજ ત્યારબાદના દિવસોમાં પણ સૌરાષ્ટ્ર તથા કચ્છમાં મોટાપાયે રોકાણ આવશે તેવી આશા તેમણે વ્યક્ત કરી હતી.

       તેમણે કહ્યું હતું કેરાજકોટ મેન્યુફેક્ચરિંગ સહિત તમામ સેક્ટરમાં ખૂબ જ ઝડપથી પ્રગતિ કરી રહ્યું છે. પરંતુ હજુ પણ વધુ ઝડપથી વિકાસ થઈ શકે અને વેપારીઓઉદ્યોગકારોઉત્પાદકો વધુ સરળતાથી કામ કરી શકે તે માટે આજે તેઓની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.

       તેમણે કહ્યું હતું કેગુજરાત સરકારની વિવિધ ઔદ્યોગિક નીતિઓ અંતર્ગત રાજ્યના ૧૦૪૩૫ ઉદ્યોગકારોને રૂ. ૯૫૬.૫૧ કરોડની પ્રોત્સાહક સહાયનું આજે રાજકોટથી વિતરણ કરવામાં આવ્યું છે. ટેક્સટાઇલ ઇન્સેન્ટિવ ટુ ઇન્ડસ્ટ્રીઝપર્યાવરણ ઔદ્યોગિક માળખાકીય સુવિધાની યોજનાલઘુ ઉદ્યોગો અંગેની યોજના વગેરે જેવી યોજનાઓ  હેઠળ સૌરાષ્ટ્ર કચ્છના ૧૩૭ ઉદ્યોગકારોને કુલ રૂપિયા ૬૬૧.૭૩ કરોડની રકમના મંજૂરીપત્રોનું વિતરણ અહીંથી કરવામાં આવનાર છે. દેશમાં ગુજરાત એ સૌથી ઝડપથી ઇન્સેન્ટિવ આપતું રાજ્ય છે. આ કામગીરી વધુ ઝડપથી થઈ શકે તે માટે ઉદ્યોગ વિભાગ દ્વારા દિવસ-રાત કાર્ય કરવામાં આવતું હોવાનું પણ તેમણે ઉમેર્યું હતું.

       વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ગુજરાત દેશમાં સૌથી વધુ રોકાણ લાવવામાં સફળ રહ્યું છે. આગામી દિવસોમાં પણ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ગુજરાત સરકાર સૌ નાગરિકોના સહયોગથી રાજ્યમાં વધુમાં વધુ રોકાણ લાવીને વિકાસના માર્ગે અગ્રેસર રહેશે તેવી આશા તેમણે વ્યક્ત કરી હતી.

       જ્યારે પ્રભારી મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીએ કહ્યું હતું કેઉદ્યોગકારો અને વેપારીઓ વિવિધ ઉત્પાદનો અને વેપાર-ધંધા થકી રાજ્યની અર્થવ્યવસ્થામાં મહત્વનું  યોગદાન આપી રહ્યા છે ત્યારેમુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તથા નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીના નેતૃત્વમાં ઉદ્યોગકારોના પ્રશ્નોના સ્થળ પર જ નિકાલ લાવી શકાય તેમજ નીતિ વિષયક પ્રશ્નનો તાત્કાલિક રાજ્યસ્તરેથી નિકાલ લાવી શકાય તે માટે આજે અહીં ઉદ્યોગકારો સાથે બેઠક યોજવામાં આવી હતીતેને હું આવકારું છું.

       આ પ્રેસ કોન્ફરન્સમાં મહેસુલ વિભાગના અધિક મુખ્ય સચિવ સુશ્રી જયંતિ રવિઉદ્યોગ અને ખાણ વિભાગના અધિક મુખ્ય સચિવ સુશ્રી મમતા વર્માધારાસભ્ય સર્વશ્રી ઉદયભાઇ કાનગડડૉ. દર્શિતાબેન શાહશ્રી દુર્લભજીભાઈ દેથરીયાજિલ્લા કલેક્ટરશ્રી ડૉ. ઓમ પ્રકાશ વગેરે જોડાયા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.